નવી દિલ્લીઃ રસ્તા પર કોઈ પણ વાહન ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોય તો તમારે ચલાન ભરવાનો વારો આવી શકે છે. ડ્રાઈવિંગ લાઈસન્સને કઢાવવા માટેની પ્રોસેસમાં લોકો 2-3 વાર પરેશાનીનો સામનો કરવો પડે છે. RTO ખાતે અનેકવાર લોકોએ ધક્કા ખાવા પડે છે. બસ આજ કારણે ઘણા લોકો ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવ્યા વગર પોતાનું વાહન રસ્તા પર ચલાવતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ શું તમે જાણો છો કે હવે તમે ઓનલાઇન પદ્ધતિથી પણ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અરજી કરી શકો છો. એટલું જ નહીં, તમારે RTO જઈને વાહન ચલાવવાની પણ જરૂર નહીં પડે અને તમે ડ્રાઈવિંગ લાયસન્સ પણ મેળવી શકો છો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરી દીધી છે અને નવા નિયમો જુલાઈથી અમલમાં આવ્યા છે.


RTOને બદલે હવે ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવા જઈ રહ્યા છે. સરકારે આ તાલીમ કેન્દ્રોને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા લોકોએ આ સેન્ટરોમાં ટ્રેનિંગ લેવી પડશે. જે બાદ તેમને ડ્રાઇવિંગની તાલીમનું પ્રમાણપત્ર મળશે. નિયમો અનુસાર, આ તાલીમ કેન્દ્રોની માન્યતા 5 વર્ષની હશે, ત્યારબાદ તેઓએ તેમના તાલીમ લાઈસન્સનું નવીનીકરણ કરવું પડશે. આ તાલીમ કેન્દ્રો રાજ્ય પરિવહન સત્તામંડળ અથવા કેન્દ્ર સરકાર હેઠળ હશે.


હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા લોકોએ RTOમાં અરજી કરતા પહેલા વધુ એક કામ કરવું પડશે. તેઓએ આ કેન્દ્રો પર અરજી કરવાની રહેશે અને આ ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રોમાં તેમના નામની નોંધણી કરાવવી પડશે. આ પ્રશિક્ષણ કેન્દ્રો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ઇચ્છતા લોકો માટે એક ટેસ્ટ લેશે, જેમાં પાસ થવું પડશે. પરીક્ષા પાસ થવા પર કેન્દ્ર પ્રમાણપત્ર આપશે. આ પ્રમાણપત્ર મેળવ્યા પછી, લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકશે.


લોકોને આ તાલીમ પ્રમાણપત્રના આધારે મળશે અને આ માટે RTOમાં જઈને કોઈ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. આ તાલીમ કેન્દ્રો સિમ્યુલેટરથી સજ્જ હશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ હશે. આ કેન્દ્રોમાં હળવા મોટર વ્હીકલ, મીડિયમ અને હેવી મોટર વ્હીકલની તાલીમ પણ આપવામાં આવશે. લાઇટ મોટર વ્હીકલ માટેની સમગ્ર તાલીમનો સમયગાળો 29 કલાકનો હશે જે એક મહિનામાં પૂર્ણ થશે. આ તાલીમ કેન્દ્રોમાં થિયરી તેમજ પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવશે.