નવી દિલ્હી: લોકસભાચૂંટણીને લઇને પ્રચારનો દૌર અટક્યા બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદી શનિવારે કેદારનાથ પહોંચ્યા. ત્યાં એક ગુફામાં પહોંચીને ધ્યાન લગાવ્યું જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન જે ગુફામાં ધ્યાન કરી રહ્યા હતા, તે કોઇ સાધારણ ગુફા નથી. તે ગુફામાં જરૂરિયાતના સાધનો ઉપલબ્ધ છે. આ ગુફાને આર્કિટેક્ટે શાનદાર લુક આપ્યો છે. અહી વિજળી, પાણી અને વોશરૂમની યોગ્ય વ્યવસ્થા છે. ગુફાની બહાર સુંદર પથ્થરોથી શણગારવામાં આવી છે અને પ્રાઇવેસીનું ધ્યાન રાખતાં લાકડાના દરવાજા પણ લગાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગુફાઓનો વિકાસ વડાપ્રધાન નરેંદ્ર મોદીના કહેવા પર ગઢવાલ મંડળ વિકાસ નિગમ (GMVN) દ્વારા કરવામાં આવ્યો છે. આ ગુફાઓમાં મેડિટેશન કેવ (યોગ ગુફા) નામ આપવામાં આવ્યું છે. GMVN અધિકારીઓનું કહેવું છે કે આ પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી બનાવવામાં આવી છે જે કેદારનાથ મંદિરથી લગભગ 1 કિલોમીટર દૂર ઉંચાઇ પર સ્થિત છે. જો તમે પણ આ ગુફાઓમાં જવા માંગો છો તો તેનો ચાર્જ 990 રૂપિયા પર ડે છે. 


'યોગ ગુફા'ના નિર્માણ બાદ તેનો ચાર્જ પર ડે 3000 રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ ઓછા લોકો આવતા હોવાથી તેનું ભાડું 990 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. પહેલાં તેને ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે બુક કરાવવી પડતી હતી પરંતુ હવે આ શરત હટાવી દેવામાં આવી છે. 


તમને જણાવી દઇએ કે જે પર્યટકો આ ગુફાને ભાડે છે તેમને GMVN દ્વારા નાસ્તો, ભોજન, રાતનું ભોજન અને બે ટાઇમ ચા આપવામાં આવે છે. આ ઉપરા6ત 24 કલાક અટેંડેટની સુવિધા છે, જે કોલ બેલની દુરી પર ઉપલબ્ધ છે. 'યોગ ગુફા' ખૂબ ઉંચાઇ પર સ્થિત છે અને ત્યાં પહોંચવામાં પણ કઠિનાઇ થાય છે, એટલા માટે એક સમયમાં ફક્ત એક વ્યક્તિ ગુફામાં રહી શકે છે. આ ગુફાને ખાસકરીને યોગ કરનારા માટે જ બનાવવામાં આવી છે, જેમને શાંતિ અને એકાંકીની શોધ હોય છે, ગુફામાં એક ફોન પણ લગાવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ઇમરજન્સી માટે કરવામાં આવે છે.