નવી દિલ્હી : જો તમે તમારા રેલવે પ્રવાસ માટે ઓનલાઇન ટિકિટ (IRCTC Ticket Booking) કરાવતા હો તો એક ખરાબ સમાચાર આવ્યા છે. હકીકતમાં આઇઆરસીટીસીથી ઓનલાઇન રિઝર્વેશન કરાવતી વખતે વધારે ખર્ચ કરાવવો પડે છે. મળતી માહિતી પ્રમાણે ઓનલાઇન ટિકિટ બુક કરાવવા માટે ટિકિટ પર ચાર્જ લાગી શકે છે. હકીકતમાં નોટબંધી પછી ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સર્વિસ ચાર્જ હટાવી દેવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો ફરીથી ઓનલાઇન ટિકિટ પર ચાર્જ લેવામાં આવશે તો નોન એસી ટિકિટ માટે 20 રૂપિયા અને એસી કોચ માટે 40 રૂપિયાનો વધારાનો ચાર્જ દેવો પડી શકે છે. મળતી માહિતી પ્રમાણે નાણા મંત્રાલયે નોટ બંધી પછી રેલવે મિનિસ્ટ્રીને સર્વિસ ચાર્જ વસૂલ ન કરવાની સૂચના આપી હતી અને વાયદો કર્યો હતો કે સર્વિસ ચાર્જમાં આ ખર્ચાને રિ ઇમ્બર્સ કરવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે હવે નાણા મંત્રાલયે રેલવે મિનિસ્ટ્રીને ચિઠ્ઠી લખીને સર્વિસ ચાર્જના બાકી નીકળતા 88 કરોડ રૂપિયા દેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે આ તો અસ્થાયી વ્યવસ્થા હતી. આ સંજોગોમાં આઇઆરસીટીસીને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. 


આ પરિસ્થિતિ હવે સમસ્યાનો ઉકેલ લાવવા માટે આઇઆરસીટીસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક થશે અને એમાં સર્વિસ ચાર્જના દર પર નિર્ણય લેવામાં આવશે. આ સંજોગોમાં સર્વિસ ચાર્જના જુના દરને ફરીથી લાગુ કરી શકાય છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...