નાણા મંત્રાલયના આર્થિક મામલાઓના વિભાગ (DEA) એ પોસ્ટ ઓફિસના માધ્યમથી વિવિધ રાષ્ટ્રીય નાની બચત યોજનાઓ હેઠળ અનિયમિત રીતે ખોલાયેલા ખાતાઓના રેગ્યુલરાઈઝેશનના મામલાઓની પ્રક્રિયા માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. 21 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં ડીઈએ દ્વારા આ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DEA, MoF દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ નીચે મુજબ છે....


1. lrregular NSS accounts: તેમનું મૂલ્યાંકન નીચેની રીતે કરવામાં આવ્યું છે. 


(એ) ડીજી પોસ્ટની આદેશ સંખ્યા 35- 19/90 SB- lll તારીખ 02.04.1990 પહેલા ખોલવામાં આવેલા ખાતા: 


(1) સૌથી પહેલા ખોલવામાં આવેલા ખાતા પર પ્રચલિત યોજના દર લાગૂ રહેશે. 
(2) બીજા ખાતા (પહેલા ખાતા બાદ ખોલાયેલું ખાતું) પર બાકી રકમ પર પ્રચલિત POSA દર સાથે 200 બીપીએસના દર લાગૂ થશે. 
(3) પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 નિમ્નલિખિત શરતોને આધિન રહેશે. 
(ક)બંને ખાતામાં કુલ જમા રકમ પ્રત્યેક વર્ષ માટે લાગૂ જમા મર્યાદા કરતા વધુ હોવી જોઈએ નહીં. 
(ખ) વધારાની જમા રકમ (જો હોય તો) રોકાણકારને કોઈ પણ વ્યાજ વગર પાછી કરી દેવાશે. 


(4) પોઈન્ટ 1 અને 2 નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ OM તારીખ 12 જુલાઈ 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી NSS-87 ના રોકાણકારોને એક વખતના વિશેષ વિતરણની મંજૂરી છે.
(5) 1 ઓક્ટોબર 2024થી બંને ખાતાઓ પર શૂન્ય ટકા વ્યાજ દર રહેશે. 


(બી)  DG Posts' Order. No, 35- 19/90-SB-lll dated 02.04.1 990 બાદ ખોલાયેલા બે NSS-87 એકાઉન્ટ્સ: 


(1) સૌથી પહેલા ખોલાયેલા ખાતાને પ્રચલિત યોજનાનો લાભ મળશે. 
(2) બીજા ખાતા (પહેલા ખાતા બાદ ખોલાયેલું ખાતું)ની આઉટ સ્ટેન્ડિંગ રકમ પર POSA દર લાગૂ રહેશે. 
(3) પોઈન્ટ 1 અને 2 નીચેની શરતોને આધિન રહેશે. 


(ક) બંને ખાતામાં કુલ જમા રકમ પ્રત્યેક વર્ષ માટે લાગૂ જમા રકમથી વધુ હોવી જોઈએ નહીં. 
(ખ) વધારાની જમા રકમ (જો હોય તો) રોકાણકારોને કોઈ પણ વ્યાજ વગર પાછી કરી દેવાશે. 


(4) પોઈન્ટ 1 અને 2 નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ OM તારીખ 12 જુલાઈ 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી NSS-87 ના રોકાણકારોને એક વખતના વિશેષ વિતરણની મંજૂરી છે.


(5) 1 ઓક્ટોબર 2024થી બંને ખાતાઓ પર શૂન્ય ટકા વ્યાજ દર રહેશે. 


(સી) બેથી વધુ NSS -87 ખાતા હોય તો તેવા કેસમાં...
ડીજી પોસ્ટના આદેશની સંખ્યા  35-19/90-DG Posts' Order. No. 35-19/90-SB-lll dated 02.04.1990 કરતા પહેલા/પછી ખોલવામાં આવેલા બે ખાતા માટે જણાવવામાં આવેલા સિદ્ધાંતો લાગૂ થશે. ત્રીજા ખાતા માટે જે વધુ પડતા અનિયમિત હશે, કોઈ વ્યાજ નહીં અપાય અને મૂળ રકમ રોકાણકારોને પાછી આપી દેવાશે. 


 NSS-87 અને NSS-92 હેઠળ ખોલવામાં આવેલા તમામ ખાતાઓ પર 1 ઓક્ટોબર 2024થી શૂન્ય ટકા વ્યાજ દર લાગૂ રહેશે. 


2. સગીરના નામથી ખોલાયેલું PPF એકાઉન્ટ
(એ) આવા અનિયમિત ખાતાઓ માટે POSA વ્યાજની ચૂકવણી જ્યા સુધી વ્યક્તિ (સગીર) ખાતું ખોલવાને પાત્ર ન થઈ જાય એટલે કે વ્યક્તિની ઉંમર 18 વર્ષની ન થઈ જાય ત્યાં સુધી કરવામાં આવશે. ત્યારબાદ લાગૂ વ્યાજ દરની ચૂકવણી કરવામાં આવશે. 


(ખ)આવા ખાતાઓની મેચ્યોરિટી સમયગાળાની ગણતરી એ તારીખથી  કરવામાં આવશે જે દિવસે સગીર એડલ્ટ થઈ જાય. એટલે કે એ  તારીખ જે દિવસથી વ્યક્તિખાતું ખોલવા માટે લાયક થઈ જાય. 


3 એકથી વધુ PPF ખાતા
(ક) પ્રાથમિક ખાતા પર યોજના દર મુજબ વ્યાજ મળશે. શરત એ કે જમા રકમ પ્રત્યેક વર્ષ માટે લાગૂ મહત્તમ સીમાની અંદર હોય. (પ્રાથમિક ખાતા, રોકાણકાર દ્વારા કોઈ પણ પોસ્ટ ઓફિસ/ એજન્સી બેંકમાં પસંદ કરાયેલા બે ખાતામાંથી એક છે, જ્યાં રોકાણકાર નિયમિતકરણ બાદ ખાતું ચાલું રાખવા માંગે. 


(ખ) બીજા ખાતામાં બાકી રકમને પહેલા ખાતામાં વિલય કરી દેવાશે. શરત એ કે પ્રાથમિક ખાતા પ્રત્યેક વર્ષ લાગૂ રોકાણ મર્યાદાની અંદર રહે. વિલય બાદ પ્રાથમિક ખાતા પર પ્રચલિત યોજના દરથી વ્યાજ મળતું રહેશે. બીજા ખાતામાં વધારાની બાકી રકમ, જો કોઈ હોય તો શૂન્ય વ્યાજ દર સાથે પાછી આપી દેવાશે. 


(ગ) પ્રાથમિક અને બીજા ખાતા ઉપરાંત કોઈ પણ વધારાના ખાતા પર, ખાતું ખોલવાની તારીખથી શૂન્ય ટકા વ્યાજ દર મળશે. 


(4) NRI દ્વારા પીપીએફ ખાતાનો વિસ્તાર
ફક્ત એવા સક્રિય એનઆરઆઈ પીપીએફ ખાતાઓ માટે જે જાહેર ભવિષ્ય નિધિ યોજના (પીપીએફ) 1968 હેઠળ ખોલવામાં આવ્યા છે. જ્યાં ફોર્મ એચમાં ખાતાધારકની રહેણાંક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું નથી. ખાતાધારક (ભારતીય નાગરિક જે ખાતાના સમયગાળા દરમિયાન એનઆરઆઈ બની ગયા છે)ને 30 સપ્ટેમ્બર 2024 સુધી પીઓએસએ વ્યાજ દર આપવામાં આવશે. ત્યારબાદ ઉપરોક્ત ખાતા પર શૂન્ય ટકા વ્યાજ દર મળશે. 


(5) સગીરના નામે ખોલાયેલું લઘુ બચત યોજના ખાતુ (પીપીએફ અને એસએસએ  બાદ કરતા)
આવા અનિયમિત ખાતાને સાધારણ વ્યાજ સાથે નિયમિત કરી શકાય છે. ખાતા પર સાધારણ વ્યાજની ગણતરી માટે વ્યાજ દર પ્રચલિત POSA દર હોવો જોઈએ. 


(6) વાલી ઉપરાંત દાદા-દાદી દ્વારા ખોલાયેલા સુકન્યા સમૃદ્ધિ  ખાતા (એસએસએ)નું નિયમિતકરણ:


(ક) દાદા-દાદી (જે કાનૂની વાલીથી અલગ છે)ના સંરક્ષણમાં ખોલાયેલા ખાતા મામલે, સંરક્ષકતા લાગૂ કાયદા હેઠળ હકદાર વ્યક્તિને હસ્તાંતરિત કરવામાં આવશે, એટલે કે કુદરતી અભિભાવક (જીવિત માતા પિતા) કે કાનૂની અભિભાવકને. 


(ખ) જો સુકન્યા સમૃદ્ધિ ખાતા યોજના, 2019ના પેરા 3 નો ભંગ કરતા કોઈ પરિવારમાં બેથી વધુ ખાતા ખોલવામાં આવ્યા હોય તો અનિયમિત ખાતાને યોજનાના દિશા નિર્દેશના ભંગમાં ખોલાયેલા ખાતા તરીકે માનીને બંધ કરી દેવામાં આવશે. 


પરિપત્રમાં કહેવાયું છે કે તમામ પોસ્ટ ઓફિસોને નિર્દેશ  આપવામાં આવે છે કે તેઓ  ખાતાધારકો/અભિભાવકો (જો પહેલેથી ઉપલબ્ધ ન હોય)ના પાન અને આધાર વિવરણ જરૂર પ્રાપ્ત કરે અને આ કાર્યાલયને નિયમિતકરણ અનુરોધ મોકલતા પહેલા તેને સિસ્ટમમાં ફીડ કરે. 


તમામ પોસ્ટ ઓફિસોએ આવા ખાતાઓની ઓળખ કરવા માટે તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ અને તમામ ચેનલોના માધ્યમથી ખાતાધારકોને સ્વીકૃત દિશા નિર્દેશોની જાણકારી આપવી જોઈએ. તમામ સર્કિલો/ક્ષેત્રો/ડિવિઝનોને  અપીલ કરવામાં આવે છે કે તેઓ નિયમિતીકરણની જરૂરિયાતવાળા મામલાઓ પર સક્રિય રીતે નજર રાખે, જેથી કરીને લઘુ બચત યોજનાઓના ખાતાધારકોને અસુવિધાથી બચાવી શકાય.