Bank Account: મોટા ભાગના લોકોએ બેંકમાં બચત ખાતું એટલે કે સેવિંગ એકાઉન્ટ ખોલાવેલું હોય છે. આ એકાઉન્ટમાં લોકો પોતાની બચત જમા કરે છે અને જ્યારે ઈચ્છે ત્યારે તેને ઉપાડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા જમા કરી શકો છો કે કેટલા પૈસા એક સાથે ઉપાડી શકો છો. આજે અમે તમને સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલી કેટલીક જરૂરી વાતો વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેવિંગ એકાઉન્ટને લઈને આ છે જરૂરી શરતો
આવકવેરા વિભાગના નિયમો અનુસાર 1 નાણાકીય વર્ષમાં તમે સેવિંગ એકાઉન્ટમાં માત્ર 10 લાખ રૂપિયા જ જમા કરી શકો છો. સાથે વર્ષમાં માત્ર 10 લાખ રૂપિયા ઉપાડી શકો છો. આ સિવાય કલમ 269એસટી અનુસાર એક વ્યક્તિ એક દિવસમાં પોતાના સેવિંગ એકાઉન્ટમાંથી માત્ર 2 લાખ રૂપિયાનું જ સિંગલ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.


આ પણ વાંચોઃ નવા સપ્તાહના પહેલા જ દિવસે સોનું ધડામ, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો રેટ


આવી સ્થિતિમાં આવી જશે ઈનકમ ટેક્સ નોટિસ
જો કોઈ વ્યક્તિ પોતાના સેવિંગ એકાઉન્ટમાં 1 વર્ષ એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ વચ્ચે 10 લાખ રૂપિયાથી વધુની રકમ પોતાના ખાતામાં જમા કરે છે તો તેને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શનમાં ગણવામાં આવશે. આવી સ્થિતિમાં બેંક કે નાણાકીય સંસ્થાઓએ આવકવેરા અધિનિયમ, 1962ની કલમ 114બી હેઠળ આવકવેરા વિભાગને જાણ કરવી પડશે. જો તમે એક દિવસમાં 50,000 રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે પાન નંબર આપવો પડશે. પાન નંબર હોવાની સ્થિતિમાં ફોર્મ 60/61 જમા કરવું જરૂરી છે.


એક વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ કરવા પર તમને આવકવેરા વિભાગની નોટિસ આવી જશે, જેનો જવાબ તમારે આવવો પડશે. નોટિસનો જવાબ આપવા માટે તમારી પાસે ફંડના સોર્સના સંબંધમાં તમારા દાવાનું સમર્થન કરનાર પાકા પૂરાવા હોવા જોઈએ. તે બેંક સ્ટેટમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ કે વારસા સાથે જોડાયેલા દસ્તાવેજ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમે કોઈ ટેક્સ એડવાઇઝરની સલાહ લઈ શકો છો.