ગરમીમાં જઇ રહ્યા છો તો 500 રૂપિયાની નોટને સાચવજો, કારણ છે ચોંકાવનારું
મહારાષ્ટ્રના સાંગલીમાં 500 રૂપિયાની નોટ તૂટવાની ઘટના ઘટી છે. જેવી જ આ નોટોને વાળવામાં આવે છે નોટના બે ટુકડા થઇ જાય છે. આ નોટોને લઇને જ્યારે બેંકમાં લઇ જવામાં આવી તો તેમને કહ્યું કે વધતી જતી ગરમીના લીધે કેમિકલ રિએક્શનથી આ સંભવ બની શકે છે. કેસ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) સુધી પહોંચી ગયો છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્રના સાંગલીમાં 500 રૂપિયાની નોટ તૂટવાની ઘટના ઘટી છે. જેવી જ આ નોટોને વાળવામાં આવે છે નોટના બે ટુકડા થઇ જાય છે. આ નોટોને લઇને જ્યારે બેંકમાં લઇ જવામાં આવી તો તેમને કહ્યું કે વધતી જતી ગરમીના લીધે કેમિકલ રિએક્શનથી આ સંભવ બની શકે છે. કેસ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) સુધી પહોંચી ગયો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. સાંગલીના વિટા શહેરમાં રહેતી એક મહિલા મજૂર છે. તેને મજૂરીના 7 હજાર રૂપિયા મળ્યા હતા.
3 પ્રકારના હોય છે Provident Fund, જાણો ત્રણેય વચ્ચેનું અંતર અને કેટલો મળે છે ફાયદો
બેંકે તૂટેલી નોટો લેવાની ના પાડી દીધી
મહિલા મજૂરે આ બધી નોટો રૂમાલમાં બાંધીને પોકેટમાં રાખી લીધી. જ્યારે બે દિવસ પહેલાં તેણે નોટોને પોકેટમાંથી કાઢી તો તે તૂટવા લાગી. પડોશમાં રહેતી સામાજિક કાર્યકર્તા અનિલ રાઠોડે તેને પોતાની સમસ્યા જણાવી. અનિલ રાઠોડે જણાવ્યું કે જ્યારે મહિલા ફરિયાદ લઇને આવી તો પહેલાં લાગ્યું કે આ નકલી નોટ હોઇ શકે છે. પરંતુ એવું હતું નહી. ત્યારબાદ નજીકની એસબીઆઇ શાખામાં નોટ લઇ જવામાં આવી તો તેમણે ટુકડા થયેલી નોટોને લેવાની ના પાડી દીધી.
નોટોને વાળતાં જ ટુકડા થઇ જતાં મહિલા મજૂર આધાતમાં સરી પડી. વિટાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયના મેનેજરે કહ્યું કે વધતી જતી ગરમી અને કેમિકલ રિએક્શનના લીધે આ સંભવ છે. પછી તપાસ માટે આ નોટ રિઝર્વ બેંક પાસે મોકલવામાં આવી છે. આ નોટોની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી મજૂરી કામ કરનાર આ મહિલા આધાતમાં સરી પડી છે. બેંક નોટો બદલી આપતી નથી. તે તેની જમાપૂંજી હતી જે તેને સંભાળીને રાખી હતી. હવે તેને આરબીઆઇ પાસેથી શું જવાબ આપે છે તેની રાહ જુએ છે.
લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV