Rupee All Time Low: સૌથી નીચલા સ્તરે પહોંચ્યો રૂપિયો, જાણો કેમ મજબૂત થઈ રહ્યો છે ડોલર
ભારતીય ચલણ રૂપિયા માટે ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રૂપિયાની વેલ્યુ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી ઓછી થતી જોવા મળી છે. રૂપિયો સતત એક પછી એક નવા નીચલા સ્તર પર પહોંચી રહ્યો છે. મંગળવારે ભારતીય શેર બજારમાં ઘટાડા વચ્ચે રૂપિયાએ ઘટાડાનો નવો રેકોર્ડ બનાવ્યો.
ભારતીય ચલણ રૂપિયા માટે ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રૂપિયાની વેલ્યુ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી ઓછી થતી જોવા મળી છે. રૂપિયો સતત એક પછી એક નવા નીચલા સ્તર પર પહોંચી રહ્યો છે. મંગળવારે ભારતીય શેર બજારમાં ઘટાડા વચ્ચે રૂપિયાએ ઘટાડાનો નવો રેકોર્ડ બનાવ્યો. રિઝર્વ બેંકના હાલના પ્રયત્નો બાદ પણ રૂપિયાનું ગગડવાનું સતત ચાલુ છે. મંગળવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો ડોલરની સરખામણીમાં પહેલીવાર 80થી પણ નીચે ગયો.
ઈન્ટરબેંક ફોરેક્સ એન્સચેન્જના કારોબારમાં રૂપિયો શરૂઆતમાં જ ગગડીને ડોલરની સરખામણીએ 80થી નીચે ખુલ્યો. રૂપિયા માટે 80ના લેવલને મહત્વનો સાઈકોલોજિકલ સપોર્ટ ગણવામાં આવી રહ્યો હતો. અનેક દિવસથી એવું લાગતું હતું કે રૂપિયો આ લેવલને તોડીને ઘટાડાનો નવો રેકોર્ડ બનાવી શકે છે. આંકડા પર નજર ફેરવીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો લગભગ 7 ટકા નબળો થઈ ચૂક્યો છે. આજે શરૂઆતના કારોબારમાં તે ડોલરની સરખામણીએ 80.0175 ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. આ અગાઉ સોમવારે ડોલરની સરખામણીએ રૂપિયો 79.9775 પર બંધ થયો હતો.
8 વર્ષમાં 25 ટકા ગગડ્યો રૂપિયો
રૂપિયાની વેલ્યૂ ડોલરની સરખામણીએ સતત ઘટી રહી છે. પ્રમુખ ચલણો જોઈએ તો ડોલરની સ્થિતિ સતત મજબૂત થવાના કારણે રૂપિયા નબળો પડતો જવા મળે છે. લગભગ બે દાયકા બાદ ડોલર અને યૂરોની વેલ્યુ બરાબર થઈ ચૂકી છે. જ્યારે યુરો સતત ડોલરથી ઉપર રહેતો આવ્યો છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો ડિસેમ્બર 2014થી અત્યાર સુધીમાં ડોલરની સરખામણીમાં રૂપિયો લગભગ 25 ટકા નબળો થયો છે. રૂપિયો વર્ષ પહેલા ડોલરની સરખામણીએ 74.54ના સ્તરે હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે રૂપિયામાં હાલના ઘટાડાનું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલી તેજી અને રશિયા-યુક્રેન વચ્ચે મહિનાથી ચાલી રહેલું યુદ્ધ છે.
ડોલરની સરખામણીએ આ ચલણ પણ નબળા પડ્યા
નાણામંત્રીએ કહ્યું હતું કે અન્ય અનેક દેશોની કરન્સી પણ ભારતીય રૂપિયાની સરખામણીએ વધુ તૂટી છે. તેમણે કહ્યું હતું કે બ્રિટિશ પાઉન્ડ, જાપાની યેન, અને યૂરો જેવી કરન્સી ડોલરની સરખામણીએ વધુ નબળી પડી છે. આ જ કારણ છે કે ભારતીય રૂપિયો 2022માં બ્રિટિશ પાઉન્ડ, જાપાની યેન અને યુરો જેવી કરન્સીની સરખામણીએ મજબૂત થયો છે.
આ કારણે મજબૂત બની રહ્યો છે ડોલર
બદલાતી સ્થિતિએ સમગ્ર દુનિયા પર મંદીનું જોખમ ઊભું કર્યું છે. અમેરિકામાં મોંઘવારી 41 વર્ષના ઉચ્ચ સ્તરે છે. જેને કાબૂમાં કરવા માટે ફેડરલ રિઝર્વ ઝડપથી વ્યાજ દર વધારી રહ્યું છે. મોંઘવારીના તાજા આંકડા બાદ અમેરિકામાં વ્યાજ દરમાં એક ઝાટકે એક ટકાના વધારાની આશંકા તેજ થઈ છે. અમેરિકામાં વ્યાજ દર વધવાનો ફાયદો ડોલરને મળી રહ્યો છે. મંદીના ડરથી વિદેશી રોકાણકારો ઉભરતા બજારોમાંથી પૈસા કાઢી રહ્યા છે અને સુરક્ષિત રોકાણ તરીકે ડોલરમાં રોકી રહ્યા છે. જેણે ડોલરને અપ્રત્યાશિત રીતે મજબૂત કર્યો છે. આ કારણે અનેક દાયકા બાદ પહેલીવાર ડોલર અને યુરોના ભાવ લગભગ સરખા થઈ ગયા છે. જ્યારે યુરો ડોલર કરતા મોંઘુ ચલણ જોવા મળતું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube