નવી દિલ્હી: ડોલરના મુકાબલે રૂપિયો સોમવારે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. બિઝનેસ દરમિયાન ડોલરના મુકાબલે રૂપિયો 70ની સપાટીને પાર કરીને નિકળી ગયો છે. મજબૂત શરૂઆત બાદ બિઝનેસ દરમિયાન રૂપિયામાં નરમાઇ વધી ડોલરના મુકાબલે રૂપિયો પહેલીવાર 70ની સપાટીને પાર કરી ગયો. મંગળવારે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર 70.08ને અડકી ગયો હતો. તો બીજી તરફ 2018માં રૂપિયો અત્યાર 10 ટકાથી વધુ નબળો પડી ચૂક્યો છે. આગામી દિવસોમાં પણ ભારે ઘટાડો ચાલુ રહેવાની આશંકા છે. જોકે મંગળવારે રૂપિયાની શરૂઆત 8 પૈસાના વધારા સાથે 69.85ના સ્તર પર થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડ વોરથી ગભરાયો રૂપિયો
સોમવારે ટ્રેડ વોરની અસર કરંસી માર્કેટ પર જોવા મળી. તુર્કીમાં આવેલા આર્થિક તથા રાજકીય સંકટની અસર ગ્લોબલ માર્કેટ પર જોરદાર અસર પડી. તુર્કીથી મેટલ ઇંપોર્ટ પર અમેરિકા દ્વારા બમણી ઇંપોર્ટ ડ્યૂટી લગાવવાના નિર્ણય બાદ ફોરેક્સ માર્કેટમાં હડકંપ મચી ગયો. તુર્કીની કરંસી લીરા જે પહેલાં જ બેહાલ હતી, હવે નીચલા સ્તરનો રેકોર્ડ બનાવી રહી છે. આ વર્ષે તેમાં લગભગ 40 ટકાનો ઘટાડો આવ્યો છે. હવે તેની અસર ભારતીય રૂપિયા પર પડી છે. 


સૌથી નીચલા સ્તર પર રૂપિયો
રૂપિયો સોમવારે પોતાના રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચી ગયો. દિવસભર નબળો રહ્યા બાદ 1.09 રૂપિયાની નબળાઇ સાથે ડોલરની તુલનામાં રૂપિયો અત્યાર સુધીના નીચલા સ્તર 69.93ના રેકોર્ડ સ્તર પર આવી ગયો. તો બીજી તરફ તેને 70ના સ્તરને પાર કરી દીધો. જ્યાં સુધી ઘટાડાની વાત છે તો એક દિવસમાં રૂપિયામાં 3 સપ્ટેમ્બર 2013 બાદ જ આ સૌથી મોટો ઘટાડો હતો. ફોરેક્સ ટ્રેડર્સના અનુસાર ઇમ્પોર્ટર્સ અને બેંકો દ્વારા ડોલરની ડિમાંડ વધાવાની સાથે ઘરેલું શેર બજારમાં નબળાઇથી રૂપિયાના સેંટીમેન્ટ્સ પ્રભાવિત થાય છે. 


આ વર્ષે 10 ટકા નબળો થયો રૂપિયો
રૂપિયાએ ગત વર્ષે ડોલરની તુલનામાં 5.96 ટકાની મજબૂતી નોંધાવી હતી. જે હવે 2018ની શરૂઆતથી સતત નબળો થઇ રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 10 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે. તો બીજી તરફ ઓગસ્ટ મહિનામાં જ ડોલરના મુકાબલે રૂપિયો અત્યાર સુધી 1 રૂપિયો 64 પૈસા તૂટી ચૂક્યો છે. 


રૂપિયામાં નબળાઇનું કારણ
સીનિયર એનાલિસ્ટ અરૂણ કેજરીવાલના અનુસાર અમેરિકા અને ચીનમાં ટ્રેડ વોર વધવાના લીધે ઓઇલ ઇમ્પોર્ટર્સ વચ્ચે ડોલરની ડિમાંડ વધી છે, જેથી રૂપિયા પર દબાણ બન્યું છે. તો બીજી તરફ આગામી મહિને અમેરિકામાં વ્યાજદરો વધવાની આશા છે. એવામાં ડોલર સતત મજબૂત થઇ રહ્યો છે.