નવી દિલ્હી: Rupee Slumps Record Low: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ચારેબાજુ વિનાશ સર્જ્યો છે. ક્રૂડ ઓઈલમાં થયેલા રેકોર્ડ વધારાને કારણે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આજે એટલે કે સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ચલણ ડોલર સામે રૂપિયો ગગડીને 76.92 પર આવી ગયો છે. આ પછી એક સમય એવો આવ્યો જ્યારે 76.96ના નીચા સ્તરે પહોંચી ગયો હતો. જો કે શુક્રવારે બજાર બંધ થતાં પહેલા ભારતીય ચલણ ડોલર સામે 76.16 પર હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેકોર્ડ નીચા સ્તર પર રૂપિયો
રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે રૂપિયામાં આવેલા આ મોટા ઘટાડાથી ભારત પર ચારે બાજુ અસર પડશે. તેનાથી મોંઘવારી વધશે, સાથે જ દેશની વેપાર અને ચાલુ ખાતાની ખાધ પણ વધશે. તેનાથી આર્થિક વૃદ્ધિની ગતિ પર પણ અસર પડશે. આ ઘટાડાની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર જોરદાર અસર થવાની છે.

Edible Oil Price Hike: સામાન્યને વધુ એક આંચકો, તહેવારોની સીઝનમાં વધ્યા તેલના ભાવ, PM કરી શકે છે સમીક્ષા


હજુ પણ આવશે ઘટાડો!
સીઆર ફોરેક્સ એડવાઇઝરી અનુસાર, સમગ્ર વિશ્વમાં વેચવાલીનાં કારણે ભારતીય શેરબજાર પણ આજે શરૂઆતના કારોબારમાં 2 ટકાથી વધુ તૂટ્યું છે. આ ઉપરાંત માર્ચમાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. 16,800 કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધી છે. બજારની સ્થિતિ આગળ પણ એવી જ રહેવાની આશા છે. બીજી તરફ જો ક્રૂડ ઓઈલની વધતી કિંમતો આમ જ ચાલુ રહેશે તો ડોલર સામે રૂપિયો વધુ તૂટશે.


ક્રૂડની કિંમત રોકેટ કરતાં વધુ ઝડપથી વધી
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કોમોડિટીના ભાવ આસમાને પહોંચ્યા છે. કાચા તેલની કિંમત હાલમાં રોકેટ કરતા પણ વધુ ઝડપથી ચાલી રહી છે. ક્રૂડ ઓઇલ 128 ડોલર પર પહોંચી ગયું છે, જે વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ અને શેરબજારો માટે મોટો ફટકો છે. આના કારણે વિશ્વમાં માત્ર મોંઘવારી જ નહીં વધશે પરંતુ સાથે સાથે વિકાસ દર પણ ઘટશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube