નવી દિલ્હી: 2000 Currency Notes Printing: શું 2000 રૂપિયાની નોટ બંધ થવાની છે? એકવાર ફરીથી લોકોના મનમાં આ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે સરકારે લોકસભામાં પોતે સ્વીકાર્યું છે કે ગત બે વર્ષમાં 2000 રૂપિયાની નોટો છપાઈ નથી. સરકારે આ નોટોનું છાપકામ બંધ કરવા પાછળનું કારણ પણ આપ્યું છે. પરંતુ છાપકામ બંધ થવાનો અર્થ એ નથી કે 2000 રૂપિયાની નોટ બંધ થવાની છે. તે ચલણમાં ચાલુ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2000 રૂપિયાની નોટનું છાપકામ અટક્યું
નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું કે 2000 રૂપિયાના મૂલ્યની એક પણ ચલણી નોટનું ગત વર્ષે છાપકામ થયું નથી. તેમણે સોમવારે આ અંગે લોકસબામાં જાણકારી આપી. તેમણે કહ્યું કે રિઝર્વ બેન્ક તરફથી નોટો અંગે કોઈ ડિમાન્ડ કરવામાં નથી આવી આથી આ નોટોનું છાપકામ થઈ રહ્યું નથી. 


નવી નોટોના છાપકામનો ઓર્ડર મળ્યો નથી
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નોટોની ડિમાન્ડ અને સપ્લાય જાળવી રાખવા માટે સરકાર રિઝર્વ બેન્કની સલાહ  પર નોટોના છાપકામનો નિર્ણય લે છે. તેમણે જણાવ્યું કે 2019-20 અને 2020-21 દરમિયાન 2000 રૂપિયાની નોટોના છાપકામને લઈને સરકારને કોઈ ઓર્ડર મળ્યો નથી. 


સતત ઘટી રહ્યું છે 2000ની નોટોનું છાપકામ
અત્રે જણાવવાનું કે RBI એ 2019માં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2016-17માં 2000 રૂપિયાની કુલ 3,542.991 મિલિયન નોટ છાપવામાં આવ્યાી હતા. 2017-18માં ફક્ત  111.507 મિલિયન નોટ છાપવામાં આવી હતી. જે વર્ષ 2018-19માં ઘટીને માત્ર 46.690 મિલિયન થઈ ગઈ. એટલે કે 2018-19માં બે હજાર રૂપિયાની ફક્ત 46.690 મિલિયન નોટ છાપવામાં આવી. એપ્રિલ 2019માં બે હજાર રૂપિયાની એક પણ નવી નોટ છાપવામાં આવી નથી. 


2016માં થઈ હતી લોન્ચ
બે હજાર રૂપિયાની નોટ નવેમ્બર 2016માં ચલણમાં આવી હતી. તે સમયે સરકારે કાળા ધન અને નકલી નોટો પર અંકુશ લગાવવા માટે 500 અને એક હજાર રૂપિયાની નોટના ચલણ પર રોક લગાવી હતી. ત્યારબાદ 500 રૂપિયા અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી હતી. જ્યારે 1000 રૂપિયાની નોટ સંપૂર્ણ રીતે બંધ કરી દેવાઈ હતી. એક હજાર રૂપિયાની નોટની જગ્યાએ સરકારે બે હજાર રૂપિયાની નોટ બજારમાં લોન્ચ કરી. આ સાથે સરકારે 10, 20, 50 અને 100 રૂપિયાની પણ નવી નોટો બજારમાં ઉતારી હતી. 


Petrol Diesel Price under GST: હવે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? દિલ્હી-મહારાષ્ટ્રની સરકારોએ કરી મોટી જાહેરાત


જૂની ગાડીઓ પર 1 એપ્રિલથી લાગશે 'બ્રેક'!, જાણો શું છે સરકારનો પ્લાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube