નવી દિલ્લીઃ રશિયા પર પ્રતિબંધોની વણઝાર વચ્ચે એવા સમાચાર સામે આવ્યા હતા કે રશિયાની કંપનિઓ ભારતને સસ્તા ભાવે કાચુ તેલ આપવા તૈયાર છે. જો કે આ સમાચાર સામે આવતા જ અમેરિકા પણ નારજગી વ્યક્ત કરી હતી. જો કે હવે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. યુક્રેન પર હુમલો કરનાર રશિયા પર પ્રતિબંધોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. સાથે જ જો બાઈડેન સરકારે ભારત સહિતના દેશનો સમર્થન કરવા અપીલ પણ કરી છે.  જો કે આ વાતો વચ્ચે એવા સમાચાર સામે આવ્યા કે ભારત-રશિયા પાસેથી રાહત દરે ક્રૂડ ઓઈલની ખરીદી કરશે. જે અંગે હવે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ શક્યતાઓ પર ભારતની નજર-
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત તેલની આયત કરતો મોટો દેશ છે. જેથી ભારત હંમેશા તમામ શક્યતાઓ પર વિચાર કરે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત રશિયાની સસ્તા ક્રૂડ ઓઈલની ઓફર પર વિચાર કરી રહ્યું છે? તો બાગચીએ સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે 'ભારત મોટાભાગનું તેલ આયાત કરે છે, ભારતની જરૂરિયાત આયાતથી પૂરી થાય છે. જેથી ભારત વૈશ્વિક બજારની તમામ શક્યતાઓ પર નરજ રાખી રહ્યું છે.


રશિયા મુખ્ય સપ્લાયર નથી-
બાગચીએ કહ્યું કે રશિયા ભારત માટે તેલનો મોટો સપ્લાયર રહ્યો નથી. ભારત તેલનો મોટા આયતકાર દેશ હોવાથી જરૂરિયાતના તમામ વિકલ્પ પર વિચાર કરવામાં આવે છે. જ્યારે બાગચીને પૂછવામાં આવ્યું કે આ ખરીદી રૂપિયા-રુબલ કરારના આધારે કરી શકાય? તો તેમણે કહ્યું કે તેની પાસે આ ઓફર વિશે વિગતવાર માહિતી નથી.


ભારત થોભો અને રાહ જુઓની સ્થિતિમાં-
રશિયા પરના પશ્ચિમી પ્રતિબંધોની અસર અંગેના બાગચીએ કહ્યું કે ભારત રાહ જોશે. "અમે રશિયા સાથેના અમારા આર્થિક વ્યવહારો પર કોઈપણ એકપક્ષીય પ્રતિબંધોની અસરના મૂલ્યાંકનની રાહ જોઈશું,". યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહી અંગે ભરતના વલણ અંગે કહ્યું કે ભારત તમામ પક્ષોના સંપર્કમાં છીએ.


અમેરિકાએ શું કહ્યું?
અમેરિકાએ કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદે છે. તો તેને અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન માનવામાં નહીં આવે. જો કે તે જ સમયે USએ સલાહ આપી હતી કે રશિયાને સમર્થન આપવું એ હુમલાને સમર્થન આપવા જેવું છે. આવી સ્થિતિમાં ભારતે નક્કી કરવાનું છે ઈતિહાસમાં તેની કઈ બાજુ નોંધ થાય.