નવી દિલ્હીઃ RVNL Offer For Sale: કેન્દ્ર સરકાર રેલવેની મલ્ટિબેગર પેટાકંપની રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર ઓફર ફોર સેલ હેઠળ બજારમાં વેચશે. સરકાર આ ઓફર ફોર સેલમાં 5.36 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. બિન-સંસ્થાકીય રોકાણકારો ગુરુવારે શેર ખરીદવા માટે બિડ કરી શકશે. જ્યારે રિટેલ રોકાણકારો શુક્રવાર, 28 જુલાઈએ શેર માટે બિડ કરી શકે છે. DIPAM એ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. આ ઓફર ફોર સેલમાં શેરની ફ્લોર પ્રાઇસ 119 રૂપિયા નક્કી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રાલય હેઠળ આવનાર ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (Department of Investment and Public Asset Management)ના સચિવ તૂહિન કાંતા પાંડેએ ટ્વીટ કરીને કહ્યુ કે રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)નો ઓફર ફોર સેલ (Offer For Sale)બિન-રિટેલ ઈન્વેસ્ટરો માટે કાલે ગુરૂવાર 27 જુલાઈએ ખુલશે. રિટેલ ઈન્વેસ્ટરો શુક્રવાર 28 જુલાઈથી અરજી કરી શકે છે. તેમણે જણાવ્યું કે સરકાર 5.36 ટકા ભાગીદારી આ ઓફર ફોર સેલ દ્વારા વિનિવેશ કરવા જઈ રહી છે, જેમાં 1.96 ટકાના ગ્રીન શૂ ઓપ્શન (Green Shoe option)પણ સામેલ છે.


1 ઓગસ્ટથી આ નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, જાણો વિગત


આ ઓફરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડના 70,890,683 શેર્સ વેચવામાં આવશે જે 3.40% હિસ્સો છે. આ ઉપરાંત, 40,866,394 ઇક્વિટી શેર, જે 1.96% હિસ્સો છે, અલગથી વેચવામાં આવશે. કુલ ઓફરના 0.5 ટકા જેટલા શેર કર્મચારીઓને ઓફર કરી શકાય છે. કર્મચારીઓ 5 લાખ રૂપિયા સુધીના શેર માટે અરજી કરી શકે છે. સ્ટોક એક્સચેન્જ પર સવારે 9.15 થી બપોરે 3.30 વાગ્યા સુધી ખુલ્લી એક અલગ વિન્ડોમાં વેચાણ માટે ઓફરમાં ભાગ લઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube