નવી દિલ્હી: આવકવેરા વિભાગે પગારદારો માટે સહજ(સરળ) ITR-1 ફોર્મનું નવું ફોર્મેટ વેબસાઈટ પર જારી કરી દીધુ છે. જેમાં કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યાં છે. વિભાગનો હેતુ આવકવેરા હેતુ આવકની પૂરી જાણકારી મેળવવાનો છે. આ જરૂરી ફેરફારોમાં વેતનની પૂરેપૂરી જાણકારી, સંપૂર્ણ બ્રેકઅપ( ભથ્થા અને અન્ય મળનારી રકમની વિગતો) આપવો પડશે. અન્ય ફેરફારોમાં મકાન ભાડાંથી આવક અને વ્યાપારીઓ માટે જીએસટીએન સાથે ટર્નઓવરની જાણકારી આપવી જરૂરી બનાવવામાંઆવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- ત્રણ કરોડ કરદાતાઓ કરે છે સરળ ITR-1 ફોર્મનો ઉપયોગ
સીબીડીટીએ નાણાકીય વર્ષ 2017-18 માટે પાંચ એપ્રિલના રોજ નવું ITR ફોર્મ નોટિફાય કર્યુ હતું. જેમાંથી ITR-1ને હવે  https://www.incometaxindiaefiling.gov.in પર અપલોડ કરી દેવાયું છે. અન્ય ITR ફોર્મ બાદમાં જારી કરાશે. સરળ ITR-1 ફોર્મનો ઉપયોગ 3 કરોડથી વધુ કરદાતા કરે છે.


2- કર યોગ્ય આવકની આપવી પડશે પૂરીપૂરી માહિતી
દર વખતની જેમ સરળ ITR-1નું આ વખતે પણ ઈ-ફાઈલિંગ થશે. જેમાં પગારદારોએ પોતાના વેતનના તે ભથ્થા, સુવિધાઓ અને સેક્શન 16 અંતર્ગત લેવામાં આવેલી છૂટની જાણકારી ભરવાની છે જ કરના દાયરામાં આવે છે. એક આવકવેરા અધિકારીએ જણાવ્યું કે ફોર્મમાં આ ફેરફાર કપાતમાં પારદર્શકતા લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. આ બધી જાણકારી ફોર્મ 16માં નોંધાયેલી હોય છે. તેનાથી કરદાતાને રિટર્ન ફાઈલ કરવામાં જરાય મુશ્કેલી આવશે નહીં.


3- 50 લાખ સુધીની આવકવાળા ભરશે ITR-1
બોર્ડનું કહેવું છે કે સરળ ITR-1 ફોર્મ 50 લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકો માટે છે. આ ફોર્મ જે નાગરિકો એનઓઆર એટલે કે નોટ ઓર્ડિનેરિલી રેસિડેન્ટના વર્ગથી બહાર છે તેવા નાગરિકો માટે છે. આ ફોર્મમાં મકાન કે સંપત્તિના ભાડાથી આવક માટે અલગ કોલમ છે. જેમાં મકાન માલિક તથા ભાડૂઆતના પાન આપવા જરૂરી છે. તેના જવાબમાં મકાન કે સંપત્તિથી ભાડુ મળી રહ્યું હોય તો તેની પણ જાણકારી આપવી પડશે.


4- હોમ લોનની સ્પષ્ટ જાણકારી મંગાવાઈ
સરળ ITR-1 ફોર્મમાં હોમ લોન પર નાણાકીય વર્ષ દરમિયાન કેટલુ વ્યાજ ભરવામાં આવ્યું છે તેની જાણકારી માટે અલગ કોલમ અપાઈ છે. જેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ શું વાર્ષિક મૂલ્ય બાકી રહ્યું, તેની પણ જાણકારી મંગાઈ છે. ટેક્સ વિશેષજ્ઞોનું માનવું છે કે આ ફેરફારો પાછળ સરકારનો હેતુ કરચોરી રોકવાનો છે. કરદાતા અને તેના તરફથી આપવામાં આવેલી જાણકારી ઓનલાઈન ઉપલબ્ધ થવાથી આવકવેરા વિભાગને ટેક્સની ગણતરીમાં સરળતા રહેશે.