નવી દિલ્હી: કેંદ્રીય કર્મચારીઓના 7મા પગાર પંચથી વિરૂદ્ધ બેસિક પે વધારવાની માંગ વચ્ચે કેંદ્વ સરકારે સેલરી વધારવાની બીજી રીત શોધી કાઢી છે. મીડિયા રિપોર્ટમાં દાવો છે કે શ્રમ મંત્રાલય એવી યોજના  પર કામ કરી રહી છે જેથી કર્મચારીના પીએફમાં કોંટ્રિબ્યૂશન 12 ટકાથી ઘટાડીને 10 ટકા થઇ જાય. હાલ કર્મચારી અને એમ્પલોયર સાથે મળીને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) કોષમાં 24 ટકાનું કોંટ્રિબ્યૂશન કરે છે. તેમાં કર્મચારીના વેતનમાંથી 12 ટકા, એમ્પ્લોયર તરફથી બેસિકના 3.67 ટકા યોગદાન ઇપીએફમાં અને 8.33 ટકા કર્મચારી પેંશન યોજનામાં કોંટ્રિબ્યૂશન થાય છે. શ્રમ મંત્રાલયની સમિતિ ઓગસ્ટના અંત સુધી પોતાનો ફાઇનલ રિપોર્ટ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાજિક સુરક્ષા યોજનામાં 10 કરોડને કવર
સરકાર સામાજિક સુરક્ષા યોજના હેઠળ કવર કરવામાં આવતાં 10 કરોડ લોકોની સંખ્યા વધારીને 50 કરોડ કરવા માંગે છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર સરકાર સામાજિક સુરક્ષા યોજનામાં કવર લોકોની સંખ્યામાં 5 ગણો વધારો કરી રહી છે. તેમાં દરેક શ્રમિકને સામાજિક સુરક્ષા પુરી પાડવામાં આવશે. તેનાથી એમ્પ્લોયર અને કર્મચારી બંનેને ફાયદો થશે.
 


હવે 75 ટકા સુધી રકમ કાઢી શકશો
જૂનમાં ઇપીએફઓએ પોતાના ગ્રાહકોને આ વિકલ્પ આપ્યો હતો જેમાં તે 75 ટકા સુધીની રકમ કાઢી શકો છો. તેમાં શરત એ હતી કે જો કોઇ કર્મચારી એક મહિનાથી વધુ સમય બેરોજગાર રહે છે તો તે આ પરિસ્થિતિમાં પોતાના ફંડની 75 ટકા સુધી રાશિ કાઢી શકે છે. આમ કરવાથી તેનું પીએફ એકાઉંટ પણ એક્ટિવ રહેશે. આ વિશે શ્રમ મંત્રી સંતોષ ગંગવાર તરફથી ઇપીએફઓના ટ્રસ્ટ્રીની બેઠક બાદ આ જાણકારી આપવામાં આવી હતી. મંગવાર ઇપીએફઓના ટ્રસ્ટીઓને કેંદ્રીય બોર્ડના ચેરમેન પણ છે. 


બે મહિના બેરોજગાર થતાં અલગ જોગવાઇ
ગંગવારે જણાવ્યું કે અમે આ યોજનામાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠળ એક મહિના સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં ઇપીએફઓનો કોઇપણ સભ્ય 75 ટકા સુધી રાશિને અગ્રિમ તરીકે કાઢી શકે છે. અને પોતાના ખાતાને ચાલુ રાખી શકે છે. ઇપીએફઓ યોજના 1952ની નવી જોગવાઇ હેઠળ બે મહિના સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં યૂજર પોતાની બચેલી 25 ટકા રકમ પણ કાઢીને ખાતાને બંધ કરી શકે છે. 


આ છે હાલનો નિયમ
હાલના સમયમાં કોઇપણ પીએફ એકાઉંટ ધારકને બે મહિના સુધી બેરોજગાર રહ્યા બાદ આ રકમ કાઢી શકે છે. શ્રમ મંત્રીએ પણ કહ્યું કે ઇટીએફ (એક્સચેંજ ટ્રેડેડ ફંડ)માં ઇપીએફઓનું રોકાણ 47,431.24 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં આ એક લાખ કરોડ સુધી પહોંચી જશે. આ રોકાણ પર રીટર્ન 16.07 ટકા છે.