Salary Overdraft: મુશ્કેલ સમયમાં નોકરીયાતને મદદરૂપ થઈ શકે છે આ ઓપ્શન, જાણો તેના ફાયદા
મુશ્કેલ સમયમાં પૈસાની જરૂરીયાત પૂરી કરવા માટે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે અથવા કોઈ પાસે ઉધાર લેતા હોય છે. જો આ સેટ ન થાય તો પર્સનલ લોનનો વિકલ્પ પણ પસંદ કરતા હોય છે. પરંતુ નોકરી કરનાર લોકો માટે મુશ્કેલ સમયમાં પૈસાની જરૂરીયાત માટે સેલેરી ઓવરડ્રાફ્ટની સુવિધા પણ હોય છે. જાણો તેના વિશે...
નવી દિલ્હીઃ મુશ્કેલ સમયમાં સૌથી પહેલા પૈસાની જરૂર પડે છે કારણ કે કોઈપણ કામ તેના દ્વારા થાય છે. સામાન્ય રીતે આ જરૂરીયાતને પૂરી કરવા માટે લોકો પહેલા ક્રેડિટ કાર્ટનો ઉપયોગ કરે છે કે કોઈ પાસેથી પૈસા ઉધાર લઈને કામ ચલાવે છે. જો આ બંનેથી કામ ન થાય તો પર્સનલ લોન લઈને પોતાની જરૂરીયાત પૂરી કરે છે. પરંતુ નોકરી કરનાર લોકો માટે મુશ્કેલ સમયમાં વધુ એક વિકલ્પ છે, જેનાથી તે પોતાના પૈસાની જરૂરીયાત પૂરી કરી શકે છે. તે છે Salary Overdraft.આવો તેના વિશે જાણીએ..
સેલેરી ઓવરડ્રાફ્ટ શું છે?
તમારા સેલેરી એકાઉન્ટ પર અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. સેલરી ઓવરડ્રાફ્ટ પણ આમાંથી એક છે. જો સરળ શબ્દોમાં સમજીએ તો ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન છે, જે જરૂર પડ્યે તમારા સેલેરી એકાઉન્ટ સામે પણ આપી શકાય છે. આ હેઠળ, તમે જરૂરિયાતના સમયે તમારા પગાર ખાતામાંથી વધુ રકમ ઉપાડી શકો છો. સેલરી ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ, તમે બેંકમાંથી લોન તરીકે તમારા ખાતામાંથી પગારની લગભગ બેથી ત્રણ ગણી રકમ લઈ શકો છો. જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. આ પ્રકારની સુવિધાને ટૂંકા ગાળાની લોન પણ કહેવામાં આવે છે.
દરેક બેંકના પોતાના અલગ-અલગ નિયમો હોય છે
સેલરી ઓવરડ્રાફ્ટ અંગે દરેક બેંકના પોતાના નિયમો હોય છે. કેટલીક બેંકો તમને ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ તમારા પગારમાંથી બેથી ત્રણ ગણો ઉપાડ કરવાની મંજૂરી આપે છે, જ્યારે કેટલીક બેંકો તમને તમારા માસિક પગારના માત્ર 80 થી 90 ટકા જ લોન તરીકે લેવાની મંજૂરી આપે છે. પગાર ઓવરડ્રાફ્ટ હેઠળ તમને જે પણ પૈસા આપવામાં આવે છે, તે તમારા ભૂતકાળના રેકોર્ડને જોયા પછી આપવામાં આવે છે. આમાં તમારે વ્યાજ પણ ચૂકવવું પડશે. તમે સેલરી ઓવરડ્રાફ્ટના રૂપમાં લોન તરીકે જે પણ રકમ લો છો, તેનો વ્યાજ દર ક્રેડિટ કાર્ડ અથવા પર્સનલ લોન કરતા ઘણો ઓછો છે. તમે ખાતામાંથી જે રકમ ઉપાડો છો તે ચોક્કસ સમયગાળામાં ચૂકવવાની રહેશે. વ્યાજની ગણતરી દૈનિક ધોરણે કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ 3 રૂપિયાનો ટબુકડો શેર હવે 330000 રૂપિયાને પાર પહોંચ્યો, 5દિવસમાં 58000 ચડ્યો ભાવ
આ છે સેલેરી ઓવરડ્રાફ્ટના ફાયદા
સેલરી ઓવરડ્રાફ્ટના ઘણા ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે પર્સનલ લોન જેવી કોઈ પ્રોસેસિંગ ફી નથી.
આ સિવાય ઓવરડ્રાફ્ટના રૂપમાં બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી સંપૂર્ણ રકમ પર કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી, તમે ખર્ચ માટે જે રકમ ઉપાડો છો તેના પર જ વ્યાજ લેવામાં આવે છે. જ્યારે પર્સનલ લોનમાં, તમારા ખાતામાં મંજૂર અને જમા થયેલી સમગ્ર રકમ પર વ્યાજ વસૂલવામાં આવે છે. તમે ખર્ચ કરો કે ન કરો.
જો તમે ઓવરડ્રાફ્ટ તરીકે લીધેલી લોન નિર્ધારિત સમય પહેલા ચૂકવો છો, તો તમારે પ્રીપેમેન્ટ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જ્યારે પર્સનલ લોનમાં તમારે પ્રીપેમેન્ટ ચાર્જ ચૂકવવો પડશે.
તમારી પાસે જે સમયગાળા માટે ઓવરડ્રાફ્ટની રકમ છે તે સમયગાળા માટે વ્યાજ ચૂકવવું પડશે.