20 રૂપિયાના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, લાગી અપર સર્કિટ, કંપનીને મળ્યા 7 મોટા ઓર્ડર
Stock Market News: પાછલા કારોબારી દિવસે સાલાસર ટેક્નો એન્જિનિયરિંગના શેરમાં પાંચ ટકાની લોઅર સર્કિટ લાગી હતી. પરંતુ કંપનીને સાત મોટા ઓર્ડર મળવાની અસર શેર પર જોવા મળી છે. કંપનીના શેરમાં આજે તેજી આવી છે.
Salasar Techno Engineering share: સ્મોલ-કેપ કંપની સાલાસર ટેક્નો એન્જિનિયરિંગ લિમિટેડ (Salasar Techno Engineering Ltd)ના શેરમાં ગુરૂવારે તોફાની તેજી જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન આ શેરમાં અપર સર્કિટ લાગી અને કિંમત 20.65 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ શેર બુધવારે 19.67 રૂપિયા પર બંધ થયો હતો. પાછલા કારોબારી દિવસે શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. મહત્વનું છે કે કંપનીને 7 મોટા ઓર્ડર મળ્યા હતા પરંતુ બજારમાં ઘટાડાની અસર કંપનીના શેર પર જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે 7 ફેબ્રુઆરીએ શેરની કિંમત 34.08 રૂપિયા હતા. પાછલા વર્ષે 28 માર્ચે શેરની કિંમત 7.20 રૂપિયા હતી. આ 52 સપ્તાહનો હાઈ અને લો છે.
કંપનીને મળ્યા ઓર્ડર
સાલાસર ટેક્નો એન્જિનિયરિંગ લિમિટેડને તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (TANGEDCO) થી 1034 કરોડના સાત ઓર્ડર મળ્યા છે. કંપની તમિલનાડુના કોયમ્બતુર જિલ્લામાં પૂર્ણ ટર્નકી સેવા (ડીટી, પોલ અને બેસ પ્લોટ છોડી) પ્રોવાઇડ કરશે.
આ ખોટને ઘટાડવા અને તિરૂવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટૂ, કરૂર (ગ્રામીણ ડિવીઝન), કૃષ્ણાગિરી, પલ્લીકોંડા, વેલ્લોર (વેલ્લોર અને કાટપાડી ડિવીઝન) સહિત તમિલનાડુના વિવિધ જિલ્લામાં ઓપરેશન સ્કિલ વધારવા માટે વિતરણ પાયાના માળખામાં સુધાર પર પણ ધ્યાન કેન્દ્રીત કરશે.
આ પણ વાંચોઃ શેર બજારમાં ભૂકંપ વચ્ચે આ 2 રૂપિયાના શેરમાં લાગી અપર સર્કિટ, રોકાણકારો થઈ ગયા ખુશ
શું બોલી કંપની
સાલાસર ટેક્નો એન્જિનિયરિંગે સ્ટોક એક્સચેન્જોમાં કહ્યું કે- અમને તે જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે અમને તમિલનાડુ જેનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન લિમિટેડથી 1034 કરોડ રૂપિયાની ઘણી પરિયોજના માટે મંજૂરી મેળવી છે. આ સિદ્ધિ અમારા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને એન્જિનિયરિંગ, ઈન્ફ્રા ક્ષેત્રમાં અમારી સ્થિતિને મજબૂત કરે છે. નોંધનીય છે કે 50,000થી વધુ ટેલીકોમ ટાવરો, લગભગ 746 કિલોમીટર વીજળી ટ્રાન્સમિશન લાઇનો અને લગભગ 629 કિલોમીટર રેલવે ટ્રેકની આપૂર્તિના ટ્રેક રેકોર્ડની સાથે, સાલાસર ટેક્નોએ 25થી વધુ દેશોમાં 600થી વધુ ગ્રાહકોને સેવા પ્રદાન કરી છે.