4 બોનસ શેર આપી રહી છે આ નાની કંપની, રેકોર્ડ ડેટ થઈ જાહેર, રોકેટ બન્યા શેર
સાલાસાર ટેક્નો એન્જિનિયરિંગના શેર શનિવારે 19 ટકાની તેજી સાથે 94.88 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપની દરેક શેર પર 4 બોનસ શેર આપી રહી છે. કંપનીએ તેની તારીખ પણ નક્કી કરી દીધી છે.
નવી દિલ્હીઃ એક નાની કંપની સાલાસર ટેક્નો એન્જિનિયરિંગના શેરો રોકેટ બની ગયા છે. શનિવારે કંપનીનો શેર 19.53%ના જંગી ઉછાળા સાથે રૂ. 94.88 પર પહોંચ્યો હતો. બોનસ શેરની રેકોર્ડ ડેટની જાહેરાત બાદ સાલાસર ટેકનોના શેરમાં આ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. કંપની તેના રોકાણકારોને 4:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે, કંપની દરેક શેર માટે 4 બોનસ શેર આપશે. સાલાસર ટેક્નો એન્જિનિયરિંગના શેરમાં 5 દિવસમાં 30%થી વધુનો ઉછાળો આવ્યો છે.
1 ફેબ્રુઆરી છે બોનસ શેરની રેકોર્ડ ડેટ
સાલાસર ટેક્નો એન્જિનિયરિંગ (Salasar Techno) એ બોનસ શેરની રેકોર્ડ ડેટ 1 ફેબ્રુઆરી 2024 નક્કી કરી છે. કંપનીએ આ પહેલા જુલાઈ 2021માં 1:1 માં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ દરેક શેર પર 1 બોનસ શેર આપ્યો હતો. સાલાસાર ટેક્નોએ જૂન 2022માં સ્ટોક સ્પિલટ પણ કર્યો હતો. કંપનીએ 10 રૂપિયા ફેસ વેલ્યૂવાળા શેરને 1 રૂપિયા ફેસ વેલ્યૂવાળા 10 શેરમાં વિભાજીત કર્યો હતો. સાલાસર ટેક્નો એન્જિનિયરિંગનો બિઝનેસ કમ્યુનિકેશન, પાવર, રિન્યુએબલ, સ્માર્ટ સિટી સોલ્યૂશન્સ, પોલ્સ અને હેવી સ્ટીલ સ્ટ્રેક્ચર્સ સેગમેન્ટમાં છે.
આ પણ વાંચોઃ 23 જાન્યુઆરીએ ઓપન થશે 143 કરોડનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, જાણો વિગત
2400 ટકાથી વધુ વધી ગયા કંપનીના શેર
સ્મોલકેપ કંપની સાલાસર ટેક્નો એન્જિનિયરિંગના શેર 4 વર્ષથી ઓછા સમયમાં 2417% વધ્યા છે. 17 એપ્રિલ, 2020 ના રોજ કંપનીના શેર રૂ. 3.78 પર હતા. સાલાસર ટેકનોનો શેર 20 જાન્યુઆરી, 2024ના રોજ રૂ. 94.88 પર પહોંચી ગયો છે. સાલાસર ટેક્નો એન્જિનિયરિંગના શેર છેલ્લા 3 વર્ષમાં 581% વધ્યા છે. 22 જાન્યુઆરી, 2021ના રોજ કંપનીના શેર રૂ. 13.98 પર હતા. 20 જાન્યુઆરી 2024ના રોજ કંપનીના શેર રૂ. 94.88 પર પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં સાલાસર ટેક્નો એન્જિનિયરિંગના શેરમાં 93%નો વધારો થયો છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 79%નો ઉછાળો આવ્યો છે.