અટલ સ્મૃતિ સ્થળ પર રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત ઘણા નેતાઓએ વાજપેયીને અર્પી શ્રદ્ધાંજલિ
પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સ્મારક આજે (મંગળવારે) રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર દેશને સમર્પિત કરવામાં આવશે. અટલ જયંતિના અવસર પર આ સ્મારકને દેશને સમર્પિત કરવા માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા નેતા સ્મૃતિ સ્થળ પહોંચી ચૂક્યા છે.
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું સ્મારક આજે (મંગળવારે) રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર દેશને સમર્પિત કરવામાં આવશે. અટલ જયંતિના અવસર પર આ સ્મારકને દેશને સમર્પિત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડૂ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેંદ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણા નેતાઓએ પુષ્પ અર્પિત કરી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.
સ્મૃતિ સ્થળ પર જાણિતા ગાયક પંકજ ઉદાસે ગીત ગાઇને વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. અટલ બિહાર વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની સાવકી દિકરી નમિતા પણ પહોંચી હતી, તેમણે પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને કેબિનેટના ઘણા મંત્રીઓ પણ અહીં હાજર રહ્યા હતા.
અટલજી અંગે વધુ...જાણવા અહીં ક્લિક કરો