Hindi સમજે છે આ વોશિંગ મશીન! એક અવાજ કરશો તો કપડાં ધોઇ નાખશે, કિંમત પણ વધુ નથી
આ વોશિંગ મશીનમાં સેમસંગની માલિકીની `ઇકો બબલ` અને `ક્વિક ડ્રાઇવ`ની ટેક્નોલોજી ઉપલબ્ધ છે. આ ટેક્નોલોજી સમય અને વિજળી બચાવવામાં મદ કરે છે. વપરાશકર્તા સેમસંગ સ્માર્ટથિંગ્સ એપ ડાઉનલોડ કરી શકે છે.
નવી દિલ્હી: ક્યારેય તમે વિચાર્યું છે કે મુસાફરીથી કંટાળીને ઘરે પહોંચતાં જ તમે ઓફિસ જતાં પહેલાં તમારા કપડાં ધોઇ, સુકવી અને પહેરીને બહાર નિકળશો? આ બધુ સંભવ છે, સેમસંગના નવી રેંજ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ (એઆઇ) સાથે-સાથે હિંદી અને અંગ્રેજી યૂઝર ઇન્ટરફેસ સાથે કનેક્ટેડ વોશિંગ મશીનથી. તમે આ મશીનને હિંદીમાં પણ ઓપરેટ કરી શકો છો. તેનાથી તમારું કામ ખૂબ સરળ થઇ જશે અને એક અવાજમાં કપડાં ધોઇ શકશો આ મશીન સેમસંગએ લોન્ચ કર્યું છે, જેમાં હિંદી અને અંગ્રેજી બંને યૂઝર ઇન્ટરફેસ છે. સેમસંગએ કહ્યું કે આ પ્રકારના ઓટોમેટિક ફ્રંટ લોડ વોશિંગ મશીનની આ નવી લાઇન કંપની પાવરિંગ ડિજિટલ ઇન્ડીયાના નવા વિઝનનો ભાગ છે.
મોટો નિર્ણય: હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ
આ વોશિંગ મશીનમાં સેમસંગની માલિકીની 'ઇકો બબલ' અને 'ક્વિક ડ્રાઇવ'ની ટેક્નોલોજી ઉપલબ્ધ છે. આ ટેક્નોલોજી સમય અને વિજળી બચાવવામાં મદ કરે છે. વપરાશકર્તા સેમસંગ સ્માર્ટથિંગ્સ એપ ડાઉનલોડ કરી શકે છે, જેથી તેમની સુવિધા અનુસાર તેમની પસંદને પર્સનાઇઝ કરી શકે.
સેમસંગ ઇન્ડીયાના વરિષ્ઠના ઉપાધ્યાક્ષ રાજૂ પુલનના અનુસાર વોશિંગ મશીનને દૂરથી ઓપરેટ કરવા માટે કપડાંને વોશિંગ મશીનમાં રાખવા પડશે અને મશીનને સ્વિચમાં મોડ પર રાખવું પડશે. ત્યારબાદ વાઇફાઇ કનેક્ટ કરવું પડશે. જ્યારે મશીનને સેમસંગ સ્માર્ટથિંગ્સ એપની સાથે જોડવામાં આવે છે, તો આ સર્વશ્રેષ્ઠ વોશ વિકલ્પ આપવા માટે વ્યક્તિગત સ્માર્ત લોન્ડ્રી રેસિપી સમાધાન પુરૂ પાડે છે. પુલને જણાવ્યું કે 'નવી રેંજના લોન્ચ સાથે અમે, ભારતમાં વોશિંગ મશીનની શ્રેણીને ફરીથી પરિભાષિત કરી રહ્યા છે.
રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ રૂટની બસો થઇ બંધ
પુલને કહ્યું કે નવી રેંજના લોન્ચથી સેમસંગને આખી દુનિયામાં ઓટોમેટિક વોશિંગ મશીન શ્રેણીમાં નેતૃત્વની સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદ મળશે, કારણ કે તેનો ટાર્ગેટ આ વર્ષના અંત સુધી સેગમેંટમાં બજારમાં ભાગીદારી 24 ટકાથી વધારીને 32 ટકા કરવાનો છે.
આ છે કિંમત
હાઇઝીન સ્ટીમ ટેક્નોલોજીવાળું નવું મોડલ મંગળવારે 35,400 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યું. સેમસંગનું કહેવું છે કે આ મશીન ગંદગી, બેક્ટેરિયા તથા એલર્જીને 99.9 ટક સુધી દૂર કરવામાં સક્ષમ છે. 21 નવા મોડલ સાથે આ નવા વોશિંગ મશીન લાઇન અપ, એઆઇ સુવિધાઓથી સજ્જ છે, જે ગ્રાહકોને એક અનુકૂળ કપડાં ધોવાની પ્રક્રિયાની ઓફર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube