Samsung એ ભારતમાં લોન્ચ કર્યું UHD બિઝનેસ ટીવીની નવી રેંજ, જાણો શરૂઆતી કિંમત
સેમસંગે શુક્રવારે ભારતમાં અલ્ટ્રા હાઇ ડેફિનિશન બિઝનેસ ટેલીવિઝનની નવી રેંજ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવી ટીવીં રેંજ રેસ્ટોરેન્ટ, રિટેલ સ્ટોર્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, સલૂન વગેરે જેવા ગ્રાહકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.
નવી દિલ્હી: સેમસંગે શુક્રવારે ભારતમાં અલ્ટ્રા હાઇ ડેફિનિશન બિઝનેસ ટેલીવિઝનની નવી રેંજ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવી ટીવીં રેંજ રેસ્ટોરેન્ટ, રિટેલ સ્ટોર્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, સલૂન વગેરે જેવા ગ્રાહકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે. સેમસંગ બિઝનેસ ટીવી સીરીઝ 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચ અને 70 ઇંચ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે અને તેની કિંમત 75,000 રૂપિયાથી માંડીને 175,000 રૂપિયાની વચ્ચે છે. આ બિઝનેસ ટીવી ત્રણ વર્ષની વોરન્ટી સાથે આવે છે.
બિઝનેસ ટીવીની નવી રેંજ ઇનોવેટિવ એપ્લિકેશન્સ, ડાયનામિક કંન્ટેટ અને વિજુઅલ એક્સપીરિએન્સના માધ્યમથી યૂઝર અનુભવને પુર્નપરિભાષિત કરવામાં નાના અને મધ્યમ ઉદ્યોગોની મદદ કરશે. બિઝનેસ ટીવી સાથે, સેમસંગ કોમર્શિયલ સાઇનેઝ ડિસ્પ્લે અને ઉન્નત ટીવી ટેક્નોલોજીમાં પોતાના કૌશલને એકસાથે લઇને આવી રહ્યું છે.
સેમસંગ બિઝનેસ ટીવી એક દિવસમાં 16 કલાક સુધી ચલાવવામાં સક્ષમ છે અને તેમાં કારોબારી કલાક દરમિયાન ઓટોમેટિકલી ઓપરેટ માટે એક ઓન/ઓફ ટાઇમર પણ છે.
સેમસંગ બિઝનેસ ટીવી એક 3 સ્ટેપ ઇજી ઇંસ્ટોલેશન ગાઇડ સાથે આવે છે, જે યૂઝર દ્વારા ટીવીને ઓન કરવાની સાથે જ ઓટોમેટિકલી પહેલ કરે છે. આ ઉપરાંત ટેલીવિઝનને ઇંસ્ટોલેશન અથવા ઉપયોગ કરવા માટે કોઇ વધારાનો ખર્ચ અથવા આઇટી સપોર્ટની જરૂર નથી.
એંડ્રોઇડ અને iOS બંને ડિવાઇસીસ માટે ઉપલબ્ધ સેમસંગ બિઝનેસ ટીવી એપ યૂઝર્સને દૂરથી જ પોતાના સ્માર્ટફોનના માધ્યમથી કંટેટને મેનેજ અને કંટ્રોલ કરવાની સુવિધા આપે છે.
સેમસંગ બિઝનેસ ટીવી 100થી વધુ પ્રીલોડેડ કંટેંટ ટેમ્પ્લેટ્સ સાથે આવે છે, જેમાં વર્ટિકલ ઓરિએન્ટેશન, એલબ-બાર લેઆઉટ્સ, મોશન-એમ્બેડેડ, સીઝનનલ સેલ અને DIY કંટેંટ મેનેજમેન્ટ માટે અન્ય પ્રી-ડિઝાઇન પ્રમોશન્સ પ્રમુખ છે. આ ટેમ્પ્લેટ્સ યૂઝરને સંપાદિત, સંશોધિત અને અંતિમ રૂપ આપવા તથા વિભિન્ન ડિસ્પ્લેમાં કંટેંટને લાગૂ કરવાની અનુમતિ આપે છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube