1 લાખના બનાવ્યા 15 કરોડ, એક સમયે માત્ર `1 પૈસા` નો હતો શેર, આજે કિંમત 111 ને પાર
Stock Market News: સંવર્ધન ઈન્ટરનેશનલ લિમિટેડના સ્ટોકે લાંબા ગાળામાં 138,900% ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. વર્તમાનમાં શેરની કિંમત 111.20 રૂપિયા છે.
નવી દિલ્હીઃ Samvardhana Motherson International Ltd: શેર બજારમાં લાંબા ગાળે ઈન્વેસ્ટરોને જોરદાર નફો થાય છે. આજે અમે તમને એક એવા શેરની માહિતી આપી રહ્યાં છીએ, જેણે લાંબા ગાળામાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ બનાવી દીધા છે. અમે વાત કરી રહ્યાં છીએ- સંવર્ધન મદરસન ઈન્ટરનેશનલ લિમિટેડના શેર (Samvardhana Motherson International shares)ની. સંવર્ધન મદરસન ઈન્ટરનેશનલ લિમિટેડના સ્ટોકે લાંબા ગાળામાં 138,900% ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. વર્તમાનમાં આ શેરની કિંમત 111.20 રૂપિયા છે. પરંતુ બ્રોકરેજ પ્રમાણે શેરમાં હજુ તેજી આવી શકે છે.
એક સમયે 0.080 પૈસાનો હતો શેર
તમને જણાવી દઈએ કે સંવર્ધન મદરસન ઈન્ટરનેશનલ લિમિટેડના શેરની કિંમત વર્ષ 1999માં 1 પૈસાથી પણ ઓછી હતી. વર્તમાનમાં આ શેર 111.20 રૂપિયાનો છે. એટલે કે આ દરમિયાન ઈન્વેસ્ટરોને 138,900% ટકાનું રિટર્ન આપ્યું છે. તેનો મતલબ છે કે જો કોઈએ 25 વર્ષ પહેલા આ કંપનીમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની કિંમત 15 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. એક વર્ષમાં આ શેરમાં 64 ટકા જેટલી તેજી આવી છે.
આ પણ વાંચોઃ આ સરકારી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, 78000નો મળી રહ્યો છે ફાયદો, જાણો વિગત
શું છે બ્રોકરેજનો મત
બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર આ શેર પર બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજે શેર પર 150 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટની સાથે કાઉન્ટર પર બાય કોલ આપ્યો છે. 31-12-2023 ના સમાપ્ત ક્વાર્ટર માટે કંપનીએ 25752.26 કરોડ રૂપિયાની એકીકૃત કુલ આવક નોંધી, જે પાછલા ક્વાર્ટરની કુલ આવક 23639.16 કરોડ રૂપિયાથી 8.94 ટકા વધુ છે. તાજેતરના ત્રિમાસિક ગાળામાં કંપનીએ કરવેરા પછી Rs 569.20 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 31-ડિસેમ્બર-2023 સુધીમાં, પ્રમોટરો પાસે કંપનીમાં 64.78 ટકા હિસ્સો હતો, જ્યારે FII પાસે 10.78 ટકા, DII પાસે 15.27 ટકા હિસ્સો હતો.
નોંધઃ આ રોકાણની સલાહ નથી. અહીં માત્ર શેરના પરફોર્મંસ અને બ્રોકરેજના મતની જાણકારી આપવામાં આવી છે. શેરબજાર જોખમો અધીન છે એટલે તમારા જ્ઞાનનો ઉપયોગ કરો.