Dividend Stock: ડિવિડન્ડ આપનારી કંપનીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. સનોફી ઈન્ડિયા (Sanofi India)એ 1 શેર પર 50 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ ડિવિડન્ડ માટે કંપનીએ રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. જેમાં હવે વધુ દિવસ બાકી નથી. આવો વિગતવાર જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે છે રેકોર્ડ ડેટ?
સનોફી ઈન્ડિયાએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે 10 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા એક શેર પર 50 રૂપિયા ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીએ આ ડિવિડન્ડ માટે 7 માર્ચ 2024ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. યોગ્ય ઈન્વેસ્ટરોને કંપની 20 માર્ચ 2024 બાદ ડિવિડન્ડ આપી શકે છે. 


શેર બજારમાં કેવું રહ્યું કંપનીનું પ્રદર્શન
શુક્રવારે કંપનીના શેર 9132.75 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા હતા. છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 9.77 ટકાની તેજી જોવા મળી છે. તો છ મહિનાથી હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 27 ટકાથી વધુનો લાભ થઈ ચૂક્યો છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં કંપનીએ શેર બજારમાં પોઝીશનલ ઈન્વેસ્ટરોને 56 ટકાનું રિટર્ન આપ્યું છે.


આ પણ વાંચોઃ લોન ચૂકવી શકતા ન હો અને EMIનો બોજ પડતો હોય તો RBIનો આ નિયમ કરશે મદદ, જાણો વિગત


બીએસઈમાં કંપનીનો 52 વીક હાઈ 9370.35 રૂપિયા છે. તો 52 વીક લો લેવલ 5329.70 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 21,032.72 કરોડ રૂપિયાનું છે.