Stock to Buy: શેરબજારમાં રેકોર્ડતોડ તેજી ચાલુ છે. આ તેજીમાં પૈસા કમાવવાની શાનદાર તક છે. દમદાર ફંડામેન્ટલ અને ગ્રોથ ટ્રિગર્સના પગલે પસંદગીના શેરો રડાર પર છે. આવો જ એક શેર મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનો છે. જેના પર ઘરેલુ બ્રોકરેજ ફર્મ Emkay એ કવરેજ કરવાની શરૂઆત કરી છે. આ સાથે જ ખરીદીનો મત પણ આપ્યો છે. બ્રોકરેજના રિપોર્ટ મુજબ સ્ટોક હાલ લેવલથી તગડી તેજી માટે બિલકુલ તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરત કરો ખરીદી
Emkay એ સારેગામા (Saregama India)ના શેર પર કવરેજની શરૂઆત કરી છે. આ સાથે જ શેર પર 465 રૂપિયાનો અપસાઈડ ટારગેટ આપ્યો છે. જ્યારે શેર 8 ડિસેમ્બરના રોજ 371.30 રૂપિયાના ભાવે બંધ થયો હતો. એટલે કે રોકાણકારોને 25 ટકાથી વધુનું રિટર્ન મળી શકે છે. 


બ્રોકરેજને કેમ પસંદ છે સારેગામાનો સ્ટોક?
Emkay ના તાજા રિપોર્ટ મુજબ Saregama ઈન્ડિયાએ પાયરેસીમાં કમી આવવાનો ફાયદો ઉઠાવ્યો છે. પરિણામ સ્વરૂપે કોર મ્યૂઝિક લાઈસેન્સિંગ સેગમેન્ટમાં કંપની  FY19-23  માં 23 ટકા CAGR થી લીડ નોંધાવી. સારી વાત એ છે કે કંપની મ્યૂઝિક કન્ટેન્ટ અને નોન મ્યૂઝિક પોર્ટફોલિયોને સતત વધારી રહી છે. પોકેટ એસેસના અધિગ્રહણથી કંપનીને ડિજિટલ મીડિયામાં પણ આગળ વધવાની તક છે. 


મોંઘા વેલ્યુએશન્સ છતાં સારો સ્ટોક
Emkay એ Saregama India ના શેર પર કહ્યું કે ગ્લોબલ પીયર્સની સરખામણીમાં કંપનીના વેલ્યુએશન્સ મોંઘા છે જેના FY23 PE 38.7x છે. પરંતુ કંપનીના સારા ગ્રોથ અને માર્જિન મોંઘા વેલ્યુએશનને યોગ્ય ઠેરવે છે. અત્રે જણાવવાનું કે FY23-26 ની આવક 23 ટકા CAGR અને મ્યૂઝિક લાઈસેન્સિંગ 18 ટકા CAGR થી વધવાનું અનુમાન છે. 


(ડિસ્ક્લેમર: આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસે આપી છે. આ ઝી24કલાકના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ જરૂર લેવી)