નવી દિલ્હીઃ New Pension System: પૈસા કમાવા માટે પૈસાની જરૂરીયાત હોય છે, પરંતુ સૌથી વધુ જરૂરી હોય છે કે પૈસાનું ક્યાં રોકાણ કરવું જેથી તમને સારો નફો મળી શકે. જો તમે રિસ્ક ફ્રી પૈસા કમાવા ઈચ્છો છો તો તમારી પાસે રોકાણના ઘણા વિકલ્પ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજ 50 રૂપિયા બચાવી કરો 34 લાખની કમાણી
તેમાંથી એક છે New Pesnion System, આ સ્કીમમાં રોકાણ કરી તમે મોટો નફો મેળવી શકો છો. NPS માં જો તમે દરરોજ 50 રૂપિયા બચાવીને લગાવો છો તો નિવૃતિ સમયે તમને 34 લાખ રૂપિયા મળશે. તેમાં રોકાણ સરળ અને ઓછા જોખમવાળુ છે. પરંતુ NPS એક માર્કેટ લિંક્ડ રોકાણ છે. 


NPS માં રોકાણ કરી તમે બની શકો છો લાખોપતિ
NPS એક માર્કેટ લિંક્ડ રિટાયરમેન્ટ ઓરિએન્ટેડ ઇનવેસ્ટમેન્ટ વિકલ્પ છે. આ સ્કીમ હેઠળ  NPS માં પૈસા બે જગ્યાએ રોકાણ થાય છે, ઇક્વિટી એટલે કે શેર બજાર અને Debt એટલે કે સરકારી બોન્ડ્સ અને કોર્પોરેટ બોન્ડ્સ. એનપીએસના કેટલા પૈસા ઇક્વિટીમાં જશે તે તમે એકાઉન્ટ ખોલવા દરમિયાન નક્કી કરી શકો છો. સામાન્ય રીતે 75 ટકા સુધી પૈસા ઇક્વિટીમાં જઈ શકે છે. તેનો અર્થ થયો કે તેમાં તમને  PPF કે EPF માંથી થોડુ વધુ રિટર્ન મળવાની આશા રહે છે. 


આ પણ વાંચોઃ Aadhaar સાથે PAN લિંક કરવાનું બાકી છે, તો ચિંતા ન કરો, આ રીતથી કરી શકો છો લિંક


અમે તમને જણાવી રહ્યાં છીએ કે જો તમે હજુ નોકરી શરૂ કરી છે, રોકાણ કરવા માટે તમારી પાસે વધુ પૈસા નથી, તો કોઈ વાત નહીં. તમે દરરોજ 50 રૂપિયા બચાવો અને એનપીએસમાં રોકાણ કરો. 


માની લો કે આ સમયે તમારી ઉંમર 25 વર્ષની છે. જો તમે મહિને 1500 રૂપિયા એનપીએસમાં રોકાણ કરો છો, એટલે કે એક દિવસના 50 રૂપિયા, 60 વર્ષ બાદ તમે નિવૃતિ લેશો. જો તમે 35 વર્ષ સુધી રોકાણ કરો છો તો 10 ટકાના દરે તમને રિટર્ન મળશે. તમે જ્યારે નિવૃતિ લેશો ત્યારે તમારૂ કુલ પેન્શન હશે 34 લાખ રૂપિયા. 


NPS માં રોકાણની શરૂઆત
ઉંમર                        25 વર્ષ


દર મહિને રોકાણ       1500 રૂપિયા


રોકાણ સમયગાળો       35 વર્ષ


અંદાજીત રિટર્ન      10 ટકા


NPS રોકાણનું વહીખાતુ
કુલ રોકાણ કર્યું  6.30 લાખ રૂપિયા


કુલ વ્યાજ મળ્યું     27.9 લાખ રૂપિયા


પેન્શન વેલ્થ          34.19 લાખ રૂપિયા


કુલ ટેક્સ બચત     1.89 લાખ રૂપિયા


આ પણ વાંચોઃ Stock Market: શેર બજાર ઐતિહાસિક ઊંચાઈ પર, સેન્સેક્સે 56 હજારની સપાટી કૂદાવી


કેટલું મળશે પેન્શન
હવે આ બધા પૈસા તમે સાથે ન કાઢી શકો, તેના 60 ટકા કાઢી શકો છો. બાકી 40 ટકા તમારે એન્યૂટી પ્લાનમાં નાખવાના હોય છે, જેમાંથી તમને દર મહિને પેન્શન મળે છે. માની લો કે તમે 40 ટકા પૈસા એન્યૂટીમાં નાખી દીધા છે. તો તમને 20.51 લાખ રૂપિયા ઉપાડી શકશો અને માની લો કે વ્યાજદર 8 ટકા છે ,તો દર મહિને પેન્શન 9 હજાર રૂપિયા મળશે તે અલગ.


પેન્શનનો હિસાબ
એન્યૂટી                              40 ટકા


અંદાજિત વ્યાજદર             8 ટકા


એક સાથે મળનાર રકમ        20.51 લાખ રૂપિયા


માસિક પેન્શન                    9,111 રૂપિયા


અમે 25 વર્ષની ઉંમરે અહીં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. જો તમે વહેલું રોકાણ કરવાનું શરૂ કરો તો તમારું પેન્શન ભંડોળ વિશાળ છે. પેન્શનની રકમ તમે માસિક રોકાણ કરો છો તે રકમ, તમે કઈ ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યું છે અને તમને કેટલું વળતર મળી રહ્યું છે તેના પર નિર્ભર કરે છે. આપણે અહીં જે ઉદાહરણ લીધું છે તે અંદાજિત વળતર પર છે. તે દરેક કિસ્સામાં અલગ હોઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube