Saving scheme: સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે મોટું અપડેટ, લોકોની આ આશા પૂરી ન થઈ શકી
Sukanya Samriddhi Yojana benefits: બજેટમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે કોઈપણ જાતની જાહેરાત કરવામાં આવી નહીં. એવામાં આ સ્કીમને લઈને લોકોની આશા પૂરી થઈ શકી નહીં.
Sukanya Samriddhi Yojana savings scheme: કેન્દ્ર સરકાર તરફથી હાલમાં જ 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતાં સમયે દેશ માટે અનેક મહત્વની જાહેરાત કરી. સાથે જ નાણા મંત્રીએ અનેક યોજનાઓની શરૂઆત કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો. સાથે જ અનેક યોજનાઓને પણ વધારો આપવાની વાત કરી. જોકે લોકોને જૂની યોજનાઓમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ અંગે ઘણી આશા-અપેક્ષા હતી. પરંતુ તે પૂરી થઈ શકી નહીં.
સુકન્યા સમૃદ્ધિ યોજના:
બજેટ પહેલાં એવી આશા રાખવામાં આવી રહી હતી કે નાણા મંત્રી તરફથી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે અને લોકોના ફાયદા માટે આ સ્કીમમાં વધારો કરવામાં આવશે. વ્યાજ દરમાં પણ વધારો કરવામાં આવશે. જોકે સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે કોઈપણ જાતની જાહેરાત કરવામાં આવી નહીં. એવામાં આ સ્કીમને લઈને લોકોની આશા પૂરી થઈ શકી નહીં.
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ
સેવિંગ સ્કીમ:
સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા દીકરીઓની શિક્ષા અને લગ્નમાં ધન બચાવવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ કાર્યક્રમ દેશમાં જાતિ પ્રમાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. આ સરકારી યોજનાનો ઉદ્દેશ્ય માતા-પિતાને તેમની પુત્રીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાના પરિપક્વતા પર દીકરીના માતા-પિતા કે વાલી તે દીકરીને સારી શિક્ષા અને લગ્નનો ખર્ચ ઉપાડવા માટે રકમને ઉપાડી શકે છે.
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
સુકન્યા યોજના:
એક સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું દીકરીના જન્મ પછી કોઈપણ સમયે ખોલી શકાય છે. જ્યાં સુધી તે 10 વર્ષની ન થાય ત્યાં સુધી. આ ખાતામાં 1 વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ ખાતું કોઈપણ બેંક કે પોસ્ટઘરમાં જઈને ખોલી શકાય છે. આ યોજના અંતર્ગત માતા-પિતા ઈન્કમટેક્સ વિભાગ, 1961ની કલમ 80 સી હેઠળ ટેક્સ છૂટનો ફાયદો મેળવી શકે છે.
ક્યારે અમુક રકમ ઉપાડી શકો:
ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ સુધી કે દીકરીના 19 વર્ષ સુધી કે લગ્ન થાય ત્યાં એક્ટિવ રહેશે. એકવાર દીકરી 18 વર્ષની થઈ જાય છે તો શેષ 50 ટકાની આંશિક રકમની અનુમતિ દીકરીની ઉચ્ચ શિક્ષા ખર્ચની આવશ્યકતાઓને પૂરી કરવા માટે આપવામાં આવે છે.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube