સુકન્યા સમૃદ્ધિ યોજના Vs એલઆઈસી કન્યાદાન યોજના, જાણો ક્યાં મળશે વધુ લાભ
LIC કન્યાદાન અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો હેતુ લગભગ સમાન છે. જો કે, તેમની કામ કરવાની રીત અને તેમને મળતા લાભોમાં તફાવત છે.
નવી દિલ્હી: LIC કન્યાદાન અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો હેતુ લગભગ સમાન છે. આ બંને યોજના દીકરીઓ માટે શરૂ કરવામાં આવી હતી. એક યોજના સરકાર લાવી હતી અને બીજી યોજના સરકારી કંપની લાવી હતી. આ યોજનાઓનો ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણ કે લગ્ન માટે પરિવારને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. LIC કન્યાદાન નામની કોઈ પોલિસી નથી. આ LIC જીવન લક્ષ્ય પોલિસીનું કસ્ટમાઇઝ્ડ વર્ઝન છે. એલઆઈસી કન્યાદાનના નામનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે. જેથી દીકરીઓના સંબંધીઓ તેની તરફ આકર્ષિત થઈ શકે.
સુકન્યા સમૃદ્ધિ યોજના:
સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત કરીએ તો તેને 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. આ યોજના બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ લાવવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પણ માતા-પિતાને પુત્રીના સુખી ભવિષ્ય માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરવાનો છે. આ બંનેનું લક્ષ્ય એક જ હોય પરંતુ તેમની કાર્ય કરવાની રીતમાં તફાવત છે, જેના વિશે તમને આગળ જાણકારી મળશે.
LIC કન્યાદાન:
આ યોજનામાં પુત્રીની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષ અને પિતાની ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. ભારતીય નાગરિકો અને NRI બંને તેને ખરીદી શકે છે. આમાં ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની વીમા રકમ છે. મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી. એક વર્ષમાં કોઈપણ રકમ ચૂકવી શકાય છે. ખાતાની પાકતી મુદત 13-25 વર્ષ છે. પોલિસી ખરીદ્યાના 3 વર્ષ પછી આના પર લોન લઈ શકાય છે. જો પિતા મૃત્યુ પામે છે, તો પ્રીમિયમ બંધ કરવામાં આવે છે. કુદરતી મૃત્યુના કિસ્સામાં 5 લાખ અને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, પોલિસી પરિપક્વ થાય ત્યાં સુધી દર વર્ષે પરિવાર અથવા નોમિનીને 50,000 રૂપિયા ચૂકવવામાં આવશે. મુદત પૂર્ણ થવા પર સંપૂર્ણ પરિપક્વતાની રકમ ચૂકવવામાં આવશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના:
આ યોજનામાં રોકાણ કરવા માટે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ માત્ર ભારતીય નાગરિકો માટે છે. આમાં વીમાની રકમ ખાતાધારક દ્વારા કરવામાં આવેલી ચુકવણી પર આધારિત છે. તમે દર વર્ષે માત્ર રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. જ્યારે છોકરી 21 વર્ષની થાય અથવા લગ્ન કરે (જે વહેલું હોય) ત્યારે આ એકાઉન્ટ પરિપક્વ થાય છે. આમાં લોનની કોઈ સુવિધા નથી. અહીં એકાઉન્ટ ધારક પોતે બાળકી છે, તેથી તેણીના મૃત્યુના કિસ્સામાં વ્યાજ સાથે જમા કરવામાં આવેલી રકમ ચૂકવણી મુજબ નજીકના સંબંધીઓને આપવામાં આવે છે. આ યોજનામાં કોઈ વળતર નથી.