ભારતીય શેર બજારમાં આજે એક શેરનું એવું જબરદસ્ત લિસ્ટિંગ થયું કે રોકાણકારોને જાણે ચાંદી થઈ ગઈ. કંપનીના સ્ટોક્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 44 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયા છે. આવામાં પહેલા જ દિવસે કંપનીના આઈપીઓમાં રોકાણ કરનારાઓને તગડો નફો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSE-NSE માં આ ભાવે થયું લિસ્ટિંગ
બુધવારે SBFC ફાઈનાન્સના શેર પોતાના 57 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસથી 44 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા. NSE પર SBFC ફાઈનાન્સ ના શેરનું લિસ્ટિંગ 82 રૂપિયા પર થયું. જ્યારે  બીએસઈ પર કંપનીનો સ્ટોક 81.99 રૂપિયા પર લિસ્ટ થયો. લિસ્ટિંગ પહેલા જ SBFC સ્ટોક ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો હતો. મંગલવારે Ggrey Market માં શેર 30 રૂપિયા પ્રીમિયમથી ટ્રેડ થઈ રહ્યો હતો. 


કેટલા હતો શેરન પ્રાઈસ બેન્ડ?
નોંધનીય છે કે SBFC ફાઈનાન્સ લિમિટેડનો આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ગત 3 ઓગસ્ટના રોજ ઓપન થયો હતો અને રોકાણકારોએ તેને 7 ઓગસ્ટ સુધી સબસ્ક્રાઈબ્ડ કર્યો હતો. કંપનીએ આઈપીઓ હેઠળ શેરોની પ્રાઈસ બેન્ડ 54-57 રૂપિયા નક્કી કરી હતી. આ આઈપીઓની સાઈઝ 1025 કરોડ રૂપિયાની હતી. 


રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ
આઈપીઓ હેઠળ કંપનીના શેરોનો લોટ સાઈઝ 260 સ્ટોક્સનો હતો. આ IPO ને 3થી 7 ઓગસ્ટ સુધી રોકાણકારો દ્વારા કુલ 74.06 ગણો સબસ્ક્રાઈબ્ડ કરવામાં આવ્યો હતો. આ આઈપીઓને ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ્સ ઈન્વેસ્ટર્સ (QII) દ્વારા 203.61 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. જ્યારે નોન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) એ  તેને 51.82 ગણો સબસ્ક્રાઈબ્ડ કર્યો હતો. આ ઈશ્યુનું રિટેલ પોર્શન 11.60 ગણો સબસ્ક્રાઈબ કરાયો હતો. 


દરેક લોટ પર રોકાણકારોને આટલો ફાયદો
જો લિસ્ટિંગ પ્રાઈસ પ્રમાણે રોકાણકારોને થયેલા ફાયદાની ગણતરી કરીએ તો 82 રૂપિયા પર લિસ્ટ થતા ફાઈનાન્સ કંપનીના રોકાણકારોને પ્રતિ લોટ પર લગભગ 6500 રૂપિયાનો ફાયદો થયો. આ આઈપીઓના એક લોટમાં રોકાણકારોને 260 શેર મળ્યા હતા. શેરોનું લિસ્ટિંગ લગભગ 25 રૂપિયા પ્રતિ શેર ઉપર જઈને થયું છે. 


105 શહેરોમાં કંપનીની બ્રાન્ચ
SBFC ફાઈનાન્સ લિમિટેડની સ્થાપના વર્ષ 2008માં થઈ હતી અને આ એક નોન બેંકિંગ ફાઈનાન્સ કંપની છે. જે મુખ્ય સ્વરૂપે આંતરપ્રિન્યોર્સ, નાના વેપારીઓ સ્વરોજગારવાળા સાથે સેલરીડ અને કામકાજી વર્ગના લોકોને MSME લોન અને અન્ય લોન ઉપલબ્ધ કરાવે છે. કંપની આ લોન સોનાના બદલે આપે છે. SBFC ફાઈનાન્સ પાસે દેશના 16 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 105 શહેરોમાં 157થી વધુ શાખાઓમાં મોટું નેટવર્ક છે. 


 (Disclaimer: શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લેજો.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube