SBI Alert: દેશભરમાંથી ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા કાઢવા માટે ફેક કોલ્સના અનેક મામલા સામે આવી રહ્યા છે. હવે ભારતીય સ્ટેટ બેંકે સ્કેમ કોલ્સ મુદ્દે એક જરૂરી અપડેટ શેર કરી છે. બેંકે કહ્યું છે તમારે સમજવું પડશે કે આ એક ખોટો નંબર છે. એસબીઆઈએ કહ્યું કે આવા નંબર પર ક્યારેય કોલ બેક ન કરો કે એવા એસએમએસનો જવાબ ન આપો. કારણ કે તે તમારી પર્સનલ અને ફાઈનાન્શિયલ જાણકારીઓ ચોરી કરી શકે છે. એસબીઆઈએ તેને લઈને 25 સેકન્ડનો એક વીડિયો પણ શેર કર્યો છે. 


એસબીઆઈએ #SafeWithSBI. #CyberJagrooktaDiwas હેશટેગ સાથે 25 સેકન્ડનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. એસબીઆઈના આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે કૌભાંડીઓ લોકોને ઠગવાની કોશિશ કરે છે. લોકો પાસે અવારનવાર એવા ફોન આવતા હોય છે કે તેમનું વીજળી કનેક્શન કાપી નાખવામાં આવશે. ગ્રાહકો પાસે એવા પ્રકારના મેસેજ આવે છે કે 'પ્રિય ગ્રાહક, આજે રાતે 9.30 વાગે વીજળી કાર્યાલયથી તમારી વીજળી આપૂર્તિ કટ કરી નાખવામાં આવશે. કારણ કે તમારા ગત મહિનાનું બિલ અપડેટ કર્યું નથી. કૃપા કરીને અમારા વીજળી કાર્યાલયનો તરત સંપર્ક કરો. આભાર.' 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube