નવી દિલ્હી: PAN-Aadhaar Link: સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક અને પીએનબીએ પોતાના ગ્રાહકોને હાઇ એલર્ટ કર્યા છે. જો ગ્રાહકોએ આળસ કરી તો તેમની બેકિંગ સેવા અટકી શકે છે. બેંકેએ પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને 31 માર્ચ 2022 પહેલાં PAN-Aadhaar કાર્ડને લીંક કરવા માટે નોટીસ કર્યા છે. બેંકએ કહ્યું કે જો ગ્રાહક આમ કરતા નથી તો તેમની બેકિંગ સેવા ઠપ્પ કરી શકે છે. SBI એ તેના માટે ટ્વીટ પણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 માર્ચ સુધી છે તક
એસબીઆઇએ કહ્યું કે અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે તે કોઇપણ અસુવિધાથી બચવા માટે પોતાના PAN-Aadhaar સાથે લીંક કરો અને એક અવિતરત બેકિંગ સેવાનો આનંદ લેતા રહે. આ સાથે જ બેંકએ કહ્યું કે PAN-Aadhaar સાથે લિંક કરવું અનિર્વાર્ય છે. જો PAN અને Aadhaar લિંક નથી, તો PAN નિષ્ક્રિય થઇ જશે અને સ્પેસિફાઇડ ટ્રાંજેક્શન માટે PANનો ઉપયોગ કરી શકાશે નહી. 

ગરમીમાં વસાવો સસ્તું તંબૂવાળું AC, ઠંડા ઠંડા કૂલ રહેશે ઘર, બિલ માત્ર 3 બલ્બ જેટલું જ આવશે


PAN-Aadhaar Card ને આ રીતે લિંક કરો
1- સૌથી પહેલા તમે ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home પર જાઓ.
2- અહીં ડાબી બાજુએ તમને Link Aadhaar નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો
3- એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે PAN, AADHAAR અને આધારમાં દર્શાવેલ તમારું નામ ભરવાનું રહેશે.
4- જો તમારા આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ હોય તો 'I have only year of birth in aadhaar card'ના બોક્સ પર ટીક કરો.
5- કેપ્ચા કોડ દાખલ કરો અથવા OTP માટે ટિક કરો
6- લિંક આધાર બટન પર ક્લિક કરો, બસ થઇ ગયું PAN અને Aadhaar લિંક
 


એકસાથે 8 લોકોને બેસાડીને 2 સેકન્ડમાં પકડે છે 100 Kmph, સિંગલ ચાર્જમાં દોડશે 1000 KM


બીજી રીત
તમે SMS દ્વારા પણ PAN અને આધારને લિંક કરી શકો છો
- મોબાઈલના મેસેજ બોક્સમાં ટાઈપ કરો - UIDPAN<12-અંકનો આધાર><10-અંકનો PAN>
- આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો, બસ થઇ ગયું કામ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube