નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતાધારકો માટે આ સૌથી મોટા સમાચાર છે. SBI દ્વારા તેના ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે કે બેન્ક જૂના ડેબિટ કાર્ડ બંધ કરવા જઈ રહી છે. ગ્રાહકોને શ્રેષ્ઠ અને સલામત સુવિધા આપવા માટે SBI દ્વારા આ જાહેરાત કરાઈ છે. બેન્કે પોતાનું જૂનું ડેબિટ કાર્ડ બંધ કરવાની જાહેરાત કરી છે. અત્યારે બેન્કના તમામ ગ્રાહકો પાસે મેગ્નેટિક ડેબિટ કાર્ડ છે, હવે બેન્ક તરફથી તેના બદલામાં નવા EMV કાર્ડ આપવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન્કે પોતાનાં તમામ ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધીમાં કાર્ડ બદલી લેવાની ડેડલાઈન આપી છે. જો તમારી પાસે જૂનું મેજિસ્ટ્રિપ(મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે તો તમારે તેને તાત્કાલિક બદલી લેવાનું રહેશે. 31 ડિસેમ્બર બાદ જૂનું એટીએમ કાર્ડ મશીન સ્વીકારશે નહીં. 


નવું કાર્ડ લેવા માટે આટલું કરો...
બેન્ક દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, જૂનું ATM કાર્ડ બદલીને તેના બદલે EVM ચીપ ધરાવતું ડેબિટ કાર્ડ આપવામાં આવશે. નવા કાર્ડ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છે. આ ઉપરાંત બેન્કની બ્રાન્ચમાં જઈને પણ અરજી કરવાનો વિકલ્પ છે. બેન્ક દ્વારા ફેબ્રુઆરી, 2017થી જૂના કાર્ડ બંધ કરી દેવાયા છે. 31 ડિસેમ્બર, 2018થી તેના સંપૂર્ણ બંધ કરી દેવાશે. 


ટૂંક સમયમાં જ બહાર પડશે અટલજીની તસવીર ધરાવતો આ સિક્કો, જાણો વિશેષતાઓ...


જૂના ATM કાર્ડ બંધ કરવાનું કારણ
જૂના ATM ડેબિટ કાર્ડના પાછળના ભાગમાં એક કાળી પટ્ટી જોવા મળે છે. આ કાળી પટ્ટી એક મેગ્નેટિક સ્ટ્રીપ છે, જેમાં તમારા ખાતાની સંપૂર્ણ માહિતી હોય છે. તેને ATMમાં નાખ્યા બાદ તમે પીન નંબર નાખીને પૈસાની લેવડ-દેવડ કરી શકો છો. ખરીદી સમયે આ કાર્ડને સ્વાઈપ કરવામાં આવે છે. બેન્કની વેબસાઈટ પર તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો. 


SBIના ગ્રાહકો છો તો તમારે વહેલામાં વહેલી તકે તમારું કાર્ડ બદલી લેવાનું રહેશે, કેમ કે, SBI મેગ્નેટીક સ્ટ્રીપ ATMને બ્લોક કરવા જઈ રહી છે. બેન્ક પોતાના ગ્રાહકો માટે જૂના મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડને ચીપવાળા કાર્ડમાં રિપ્લેસ કરવા માટે જાહેરનામું પણ બહાર પાડી ચૂકી છે. બેન્ક તરફથી આપવામાં આવનારા નવા ચીપ ધરાવતા ડેબિટ કાર્ડ તમં, તે એકદમ ફ્રીમાં આપવામાં આવશે. 


દુનિયાના વધુ સમાચાર જાણવા ક્લિક કરો...