નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ (SBI) એ સોમવારે લોનના મામલે મોટી જાહેરાત કરી છે. બેંકની નવી જાહેરાત બાદ હોમ લોન અને કાર લોને બંને 1 ઓક્ટોબરથી સસ્તી થઇ જશે. જોકે એસબીઆઇ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એમએસએમઇ, હાઉસિંગ અને રિટેલ લોન માટે રેપો રેટ (Repo Rate) ને એક્સટર્નલ બેંચમાર્ક તરીકે અપનાવશે. બેંકે આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના 4 સપ્ટેમ્બર 2019ના નોટિફિકેશન બાદ આપ્યું છે. આ પ્રકારે બેંકનો આ નિર્ણય 1 ઓક્ટોબર 2019થી લાગૂ થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાની અને મધ્યમ ક્ષેત્રની કંપનીઓને થશે ફાયદો
એસબીઆઇએ આ નવી સ્ટ્રેટજી MSME સેક્ટરને વધુ લોન આપવાના હેતુંથી અપનાવી છે. આ પહેલાં એસબીઆઇએ 1 જુલાઇ 2019ને ફ્લોટિંગ રેટ પર હોમ લોન આપવાની ઓફર કરી હતી. 1 ઓક્ટોબર 2019થી લાગૂ થનાર પોલિસીમાં તાજેતરની રેગ્યુલેટરી ગાઇડલાઇન અનુસાર થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંકની આ પહેલથી નાના અને મધ્યમ ક્ષેત્રની કંપનીઓને મોટો ફાયદો મળશે. 

10 મહિનામાં સૌથી વધુ મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવ પણ વધ્યા, જાણો આજનો ભાવ


નવા સર્વિસ ચાર્જ પણ 1 ઓક્ટોબરથી લાગૂ
સ્ટેટ બેંક પોતાના ગ્રાહકોને 1 ઓક્ટોબર 2019થી સર્વિસના બદલાયેલા નવા ચાર્જ લેવાની તૈયારીમાં છે. જો તમારું એસબીઆઇમાં સેવિંગ એકાઉન્ટ મહાનગરોમાં એટલે કે મેટ્રોમાં કોઇ બ્રાંચમાં છે તો હાલ તમારે 5000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવાનું હોય છે. આ પ્રકારે શહેરી ક્ષેત્રમાં એસબીઆઇની કોઇ બ્રાંચમાં તમારું એકાઉન્ટ છે તો મિનિમમ બેલેન્સ 3000 રૂપિયા જાળવી રાખવાનું હોય છે. હવે ઓક્ટોબર 2019થી બંને ક્ષેત્રો માટે 3000 રૂપિયા થઇ જશે.