SBI ATM Withdrawl Rule Changed: જો તમે પણ SBI ના ગ્રાહકો છો તો તમારા માટે કામના ખબર છે. બેંકે હવે એટીએમથી કેશ કાઢવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. એટલે કે હવે તમારે અલગ પ્રકારે કેશ કાઢવી પડશે. હકીકતમાં હવે તમારે એસબીઆઈના એટીએમથી કેશ કાઢવા માટે એક સ્પેશિયલ નંબર આપવો પડશે. જો તમે આ નંબર નહીં નાખો તો તમારી કેશ અટકી જશે. બેંકે આ અંગે જાણકારી આપી છે. બેંકે એટીએમથી ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે આ પગલું ભર્યું છે. આવો જાણીએ આ નિયમ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ નવા નિયમ હેઠળ ગ્રાહક ઓટીપી વગર કેશ કાઢી શકશે નહીં. તેમાં કેશ ઉપાડ સમયે ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર એક ઓટીપી મળે છે જેને નાખ્યા બાદ જ એટીએમથી કેશ નીકળે છે. 


બેંકે આપી આ જાણકારી
આ નિયમ વિશે આમ તો બેંકે હાલમાં જ જાણકારી આપી દીધેલી છે. બેંકે જણાવ્યું હતું કે 'એસબીઆઈ એટીએમમાં લેવડદેવડ માટે અમારી  ઓટીપી આધારિત કેશ ઉપાડ પ્રણાલી ફ્રોડ આચરનારાઓ વિરુદ્ધ રસીકરણ છે. તમને ફ્રોડથી બચાવવા એ હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. એસબીઆઈના ગ્રાહકોને એ વાતની જાણકારી હોવી જોઈએ કે ઓટીપી આધારિત કેશ ઉપાડ પ્રણાલી કેવી રીતે કામ કરશે.'


જાણો આ નિયમ વિશે
અત્રે જણાવવાનું કે બેંકે ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે 10,000 અને તેનાથી વધુ રકમના ઉપાડ પર નવો નિયમ લાગૂ કરી દીધો છે. જે હેઠળ એસબીઆઈના ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા એક ઓટીપી અને તેમના ડેબિટ કાર્ડ પિન સાથે દર વખતે પોતાના ATM થી 10,000 રૂપિયા કે તેનાથી વધુ કેશ કાઢવાની મંજૂરી આપે છે. જાણો આખી પ્રોસેસ...


સ્ટેપ બાય સ્ટેપ જાણો પ્રોસેસ


- આ માટે તમને કેશ ઉપાડ માટે એક ઓટીપી (OTP) ની જરૂર રહેશે. તેના વગર તમે કેશ કાઢી શકશો નહીં. 
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. 
- આ ઓટીપી એક ચાર અંકોની સંખ્યા હશે જે ગ્રાહકને સિંગલ ટ્રાન્ઝેક્શન માટે મોકલાશે. 
- એકવાર જ્યારે તમે તમારે ઉપાડવાની રકમ નોંધશો ત્યારે એટીએમ સ્ક્રીન પર ઓટીપી નાખવાનું જણાવવામાં આવશે. 
- તમને કેશ ઉપાડ માટે આ સ્ક્રીન પર બેંકની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી નાખવાનો રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube