Bank FD: બેંક FDએ દેશમાં પરંપરાગત રોકાણનો વિકલ્પ નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બેંક FD નિશ્ચિત આવક અને સલામત રોકાણની સારી રીત છે. બેન્કો દ્વારા FDને આકર્ષક બનાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. જેમાં કેટલીક બેંકો ગ્રાહકોને વધુ વ્યાજ આપી પોતાની તરફ આકર્ષે છે.  દરેક બેંકના ગ્રાહક અલગ અલગ હોય છે. તો દરેક બેંકની સ્કીમ અને પદ્ધતિ પણ અલગ હોય છે. એવી જ રીતે દરેક બેંકના વ્યાજદર પણ અલગ અલગ હોય છે. જેથી ઘણી બેંકો અમુક કેટેગરીમાં અથવા અમુક કેટેગરીની સ્થિર થાપણો પર વધુ વ્યાજ ચૂકવે છે. એવી જ રીતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ તેના ચોક્કસ FDના વ્યાજ દર કરતા એક ટકો વધુ વ્યાજ ચૂકવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ મુજબ બેંક તેના કર્મચારીઓ અને પેન્શનરોને એફડીના હાલના દર કરતા એક ટકા વધુ વ્યાજ આપે છે. 60 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં સિનિયર સિટીઝન પેન્શનર જો SBIનો કર્મચારી હોય તો તેને 1 ટકા સાથે 0.50 ટકા વધુ વ્યાજ મળશે. 1 ટકા બેંક સ્ટાફ હોવાથી અને 0.50 ટકા ભારતીય સિનિયર સિટિઝનોને ફાયદો થશે. આ રીતે કુલ 1.50 ટકા વધુ વ્યાજ SBIની FD પર મળશે. 


સિનિયર સિટીઝન માટે SBI Wecare ડિપોઝિટ-
SBI સિનિયર સિટીઝન માટે રિટેલ ટર્મ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટ માટે SBI Wecare પોલીસી શરૂ કરી છે. આ પોલીસીમાં સિનિયર સિટીઝનને 5 વર્ષ કે તેનાથી વધારે સમયની ફિક્સ ડિપોઝિટ પર 0.50 ટકા સહિત 0.30 ટકા મળીને કુલ 0.80 ટકા વધારે વ્યાજ આપવાની ઓફર આપે છે. આ સ્કીમને બેંકે 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી છે. 


SBIની 5 વર્ષની FD પર કેટલું વ્યાજ મળે છે-
SBI 5 વર્ષની FD પર વર્ષે 5.40 ટકા વ્યાજની ઓફર આપે છે. તો સિનિયર સિટીઝન માટે આ આ વ્યાજ દર 6.20 ટકા છે. આ વ્યાજ દર 8 જાન્યુઆરી 2021થી 2 કરોડથી ઓછા રૂપિયા જમા કરવા પર લાગુ થાય છે. એટલું જ નહિ પણ SBIના કર્મચારી આ પોલીસ અંતર્ગત ડિપોઝિટ કરાવે છે તો તેમને 1 ટકા અને સિનિયર સિટીઝન સ્ટાફ માટે 1.50 ટકા વધુ વ્યાજ દરની જોગવાઈ છે. 


FDના ફાયદા-
બેંકમાં ફિક્સ ડિપોઝિટ અને ટર્મ ડિપોઝિટ કરવાને સુરક્ષિત ગણવામાં આવે છે. જોખમ ના લેવા માગતા ગ્રાહકો માટે આ ડિપોઝિટ સારો વિકલ્પ છે. 5 વર્ષની ટેક્સ સેવિંગ FD પર કલમ 80Cમાં ટેક્સ પર છૂટનો લાભ મળે છે. FD પર મળતો વ્યાજ ટેક્સેબલ હોય છે. જોકે, આ આંકડાઓમાં ફેરફાર થઈ શકે છે. કારણકે, સમયાંતરે બેંકો દ્વારા પોતાના નિયમો અને સ્કીમમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. તેથી ગ્રાહકોએ આ બાબતે જાતે જાગૃત રહેવું પડશે.