નવી દિલ્હી : દેશના સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાની બેંકિંગ સિસ્ટમમાં મોટ પરિવર્તન કર્યું છે. જો તમે એસબીઆઇ અથવા અન્ય કોઇ પણ બેંકના ગ્રાહક છે તો આ સમાચાર તમારા માટે ખુબ જ જરૂરી છે. એસબીઆઇની તરફથી સમગ્ર દેશની શાખાઓમાંથી આશરે 1295 બ્રાંચના નામ તથા આઇએફએસસી (IFSC) કોડમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 બેંકે આ પરિવર્તન છ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકનું વિલય થયા બાદ કર્યું છે. જો જો તમને બ્રાંચના નામ અને આઇએફએશસી કોડ અંગે યોગ્ય માહિતી નહી હોય તો તમને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવામાં સમસ્યા થશે. 

એપ્રીલ 2017ના રોજ પુર્ણ થયું મર્જર
બેંકની તરફથી આ શાખાઓનાં નવા નામ અને નવા આઇએફએસસી કડની યાદી ઇશ્યું કરવામાં આવી છે. કુલ 1295 શાખાઓનાં નામમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રીલ 2017થી છ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકનું એસબીઆઇમાં વિલ થઇ ગયું છે. બેંકની તરફથી  જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાં આ શાખાઓનાં જુના નામ અને આઇએફએશસી કોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


ટ્રાન્ઝેક્શન માટે આઇએફએસસી કોડ જરૂરી
ઉલ્લેખનીય છે કે, બેંક કસ્ટમર તરીકે તમને બેંક ખાતા અને બ્રાંચ સાથે જોડાયેલી માહિતી આપવાની હોય છે. તેમાં સૌથી વધારે તમારી પાસે યોગ્ય આઇએફએસસી કોડ હોવો ખુબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે જો તમને કોઇને એનઇએફટી અથવા આરટીજીએસ કરવું છે તો તેના માટે તમારી પાસે યોગ્ય આઇએફએશસી કોડ અને એકાઉન્ટ નંબર હોય તે જરૂરી છે. આ બંન્ને માહિતી નહી હોવાની પરિસ્થિતીમાં તમારા પૈસા ટ્રાન્સફર કરવામાં સમસ્યા થઇ શકે છે.