SBI ના કરોડો ગ્રાહકો માટે અત્યંત જરૂરી સમાચાર, બેંક કાલથી બંધ કરશે આ લોકપ્રિય સ્કીમ
State Bank of India FD Scheme: દેશની સૌથી મોટી સરકારી બેંકમાં જો તમારું પણ ખાતું હોય તો તમારા માટે આ જરૂરી સમાચાર છે. એસબીઆઈ તરફથી ગ્રાહકો માટે સમયાંતરે અનેક એવી યોજનાઓ નીકળતી હોય છે જેમાં વધુ વ્યાજનો ફાયદો મળે છે.
State Bank of India FD Scheme: દેશની સૌથી મોટી સરકારી બેંકમાં જો તમારું પણ ખાતું હોય તો તમારા માટે આ જરૂરી સમાચાર છે. એસબીઆઈ તરફથી ગ્રાહકો માટે સમયાંતરે અનેક એવી યોજનાઓ નીકળતી હોય છે જેમાં વધુ વ્યાજનો ફાયદો મળે છે. એપ્રિલ મહિનામાં એસબીઆઈએ અમૃત કળશ યોજના લોન્ચ કરી હતી. જેમાં પૈસા લગાવવા બદલ તમને સામાન્ય એફડીની સરખામણીમાં વધુ વ્યાજનો ફાયદો મળે છે. હવે તમારી પાસે આ સ્કીમમાં પૈસા લગાવવા માટે ફક્ત એક જ દિવસનો સમય બચ્યો છે.
15 ઓગસ્ટ સુધી સ્કીમ
અત્રે જણાવવાનું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અમૃત કળશ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ કાલે એટલે કે 15 ઓગસ્ટના રોજ ખતમ થઈ રહી છે. તમે કાલ બાદ આ યોજનાનો ફાયદો લઈ શકશો નહીં. આ એફડી સ્કીમનો ફાયદો ઘરેલુ ઉપરાંત વિદેશી ગ્રાહકો પણ ફાયદો લઈ શકે છે.
400 દિવસ માટે છે એફડી સ્કીમ
સ્ટેટ બેંકની આ એફડી સ્કીમ 400 દિવસો માટે છે. આ સ્કીમમાં તમે 400 દિવસ માટે રોકાણ કરી શકો છો. આ ઉપરાંત તેમાં મંથલી, ત્રિમાસિક, છમાસિક આધાર પર વ્યાજનો ફાયદો મેળવી શકો છો. તેમાં વ્યાજની રકમ ટીડીએસ કાપીને તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
કયા દરે મળે છે વ્યાજ?
એસબીઆઈ અમૃત કળશ ડિપોઝિટ સ્કીમમાં રોકાણકારો 2 કરોડથી વધુ રકમ 400 દિવસના ટેન્યોર માટે રોકાણ કરી શકે છે. આ ઉપરાંત વ્યાજની વાત કરીએ તો સામાન્ય રોકાણકારોને 7.1 ટકા અને સીનિયર સીટિઝન્સને 7.6 ટકાના દરે વ્યાજ મળશે.
કેટલું મળશે વ્યાજ
જો કોઈ પણ રોકાણકરા આ સ્કીમમાં એક લાખ રૂપિયા લગાવશે તો તેમને વ્યાજ તરીકે 8.17 રૂપિયા મળશે. જ્યારે સીનિયર સિટિઝન્સને આ સમયગાળામાં 8600 રૂપિયા વ્યાજ તરીકે મળશે.
શું છે આ યોજનાની ખાસિયત?
- અમૃત કળશ યોજનામાં લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
- તમે આ યોજનામાં પ્રીમેન્ચ્યોર વિડ્રોઅલ પણ કરી શકો છો.
- અમૃત કળશ એફડીમાં રોકાણકારો બે કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.
- તેમાં તમે યોનો બેંકિંગ એપ (Yono Banking App)થી પણ રોકાણ કરી શકો છો.
- આ ઉપરાંત બ્રાંચમાં જઈને પણ તમે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube