નવી દિલ્હી : લોકડાઉન ખુલવાની શરૂઆત વચ્ચે એક શાનદાર સમાચાર તમારા માટે આવ્યા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોન પર લેવાનારા વ્યાજમાં એકવાર ફરીથી ઘટાડો કરી દીધો છે. સ્ટેટ બેંકે સોમવારે કહ્યું કે, તેઓ 10 જુનથી પોતાનાં કોષની સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR) માં 0.25 ટકાનો ઘટાડો કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nirav Modi ને મોટો ઝટકો: કોર્ટે આપ્યો આટલા કરોડની સંપત્તી જપ્ત કરવાનો આદેશ

આ પ્રકારે થશે તમારો ફાયદો
બેંકે અહી ચાલી રહેલી જાહેરાતમાં કહ્યું કે, એક વર્ષની અવધીની MCLR દરને 7.25 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દેવામાં આવી છે. બેંકની તરફથી સતત 13મી વખત એમસીએલઆ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઇશરો પહેલા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી પ્રથમ વ્યાજ દર (ઇબીઆર)ની સાથે જ રેપો રેટ સાથે જોડાયેલા વ્યાજના દરમાં એક જુલાઇથી 0.40 ટકાના ઘટાડાની જાહેરાત કરી ચુક્યું છે. બેંકે ઇબીઆર દરને જ્યાં 7.05 ટકાથી ઘટાડીને 6.65 ટકાથી ઘટાડીને 6.25 ટકા કરી દીધું છે. 


CM શિવરાજે પૂર્વ કોંગ્રેસ સરકાર પર સાધ્યું નિશા, કહ્યું દલાલોનો અડ્ડો હતો સચિવાલય

બેંકની જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે, આ હિસાબે એમસીએલઆર દરથી જોડાયેલા હોમ લોનની સમાન માસિક કિસ્તની રકમમાં 421 રૂપિયાનો ઘટાડો આવશે. બીજી તરફ ઇબીઆર, આરએલએલઆ સાથે જોડાયેલી હોમ લોનનાં ઇએમઆઇમાં 660 રૂપિયાનો ઘટાડો આવશે. આ ગણના 30 વર્ષી અવધી 25 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર કરવામાં આવેલી છે. 


JK: અનંતનાગમાં આતંકવાદીઓએ સરપંચની ગોળી મારીને હત્યા, કોંગ્રેસ સાથે હતો સંંબંધ

રિઝર્વ બેંકે 22 મેનાં રોજ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરીને તેને ચાર ટકાનો ઘટાડો કરી દીધો. ત્યાર બાદ જ સ્ટેટ બેંકનાં બાહ્ય માનકો સાથે જોડાયેલા લોનનાં વ્યાજ દર પર રેપો દર સાથે જોડાયેલી લોનનાં દરમાં ઘટાડો કર્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube