SBIએ આપ્યો મોટો ઝટકો, સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડ્યું, પરંતુ હોમ લોન EMIમાં આપી આ રહાત
કોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India)એ મંગળવારે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તમામ બચત ખાતા પર વ્યાજ દરને 3 ટકાથી ઘટાડી 2.75 ટકા વાર્ષિક કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 15 એપ્રિલથી લાગુ થશે. પરંતુ બેંકે એમસીએલઆરમાં 0.35 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેનાથી હોમ લોનના ઈએમઆઇમાં થોડી રાહત મળશે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India)એ મંગળવારે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તમામ બચત ખાતા પર વ્યાજ દરને 3 ટકાથી ઘટાડી 2.75 ટકા વાર્ષિક કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 15 એપ્રિલથી લાગુ થશે. પરંતુ બેંકે એમસીએલઆરમાં 0.35 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેનાથી હોમ લોનના ઈએમઆઇમાં થોડી રાહત મળશે.
બેંકના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેંકો પાસે પર્યાપ્ત રોડક હોવાના કારણે તેમણે બચત જમા વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ બેંકે 10 એપ્રિલથી, તમામ ટર્મ લોન્સ પર માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લોન ઇન્ટરેસ્ટ રેટ (એમસીએલઆર) માં 0.35 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નિવેદન અનુસાર એમસીએલઆરમાં ઘટાડા બાદ એક વર્ષના ટર્મ લોન પરનો વ્યાજ દર વાર્ષિક 7.75 ટકાથી ઘટાડીને 7.40 ટકા કરવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube