નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંક (SBI) કસ્ટમર્સ માટે સારા સમાચાર છે. હવે ગ્રાહકોને દરેક નાની રકમ માટે એટીએમ અથવા બેંક જવાની જરૂર નહી પડે, પરંતુ બેંક પોતે સામે ચાલીને તમારી પાસે આવશે. જી હાં, એસબીઆઇ (SBI) આ સર્વિસને ડોર સ્ટેપ બેકિંગ  (Door Step Banking) નામ આપ્યું છે. જોકે તેની કેટલીક શરતો પણ છે. ચાલો જાણીએ તેના વિશે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં કરવું પડશે રજિસ્ટ્રેશન
SBI ની સત્તાવાર વેબસાઇટના અનુસાર ડોર સ્ટેપ બેકિંગ સુવિધા માટે તમારે પહેલાં પોતાની હોમ બ્રાંચમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ થોડી મિનિટોની પ્રોસેસ હોય છે, જે ફક્ત એકવાર કરાવવાનું હોય છે. રજિસ્ટ્રેશન થયા બાદ દરેક નાના કામ માટે બેંકના ચક્કર લગાવવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા પોતાના એકાઉન્ટમાં 20,000 રૂપિયા સુધી જમા કરાવી અથવ નિકાળવાનું કામ કરી શકો છો. એટલે કે ફક્ત એક કોલ પર બેંક પોતે સામે ચાલીને તમારા દરવાજા પર આવશે. એટલું જ નહી, ડોર સ્ટેપ બેકિંગમાં કસ્ટમર્સને ચેકબુક, લાઇફ સર્ટિફિકેટ, ડિમાન્ડ ડ્રાફ્ટ મંગાવવા અથવા જમા કરાવવા જેવી સુવિધા પણ મળે છે. 

Oops Moment...હવાના ઝોંકા સાથે ઉડ્યો Janhvi Kapoor નો ડ્રેસ, VIDEO થઇ રહ્યો છે VIRAL


પુરી કરવી પડશે આ ત્રણ શરતો
1. ડોર સ્ટેપ બેકિંગ સુવિધાનો લાભ લેવા માટે જરૂરી છે કે એકાઉન્ટ સાથે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોય. (જો તમારી પાસે એકથી વધુ બેંક એકાઉન્ટ છે ત્યારે પણ આ સુવિધાનો લાભ લઇ શકો છો. એટલું જ નહી જોઇન્ટ એકાઉન્ટ છે, તો પણ તમે ડોર સ્ટેપ સુવિધાનો લાભ લઇ શકો છો. ) 


2. એસબીઆઇ આ સુવિધા ફક્ત અંધ વ્યક્તિઓ સહિત 70 વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ અથવા અશક્ત વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. જોકે આ લોકોને પણ પહેલાં પોતાના એકાઉન્ટની KYC કરાવવી પડશે. ત્યારે તે તેના પાત્ર બની શકશે. 


ટોલ ફ્રી નંબર પર કરો કોલ
SBI ની આ સુવિધા માટે ટોલ ફ્રી નંબર 1800-1037-188 અને 1800-1213-721 પર સંપર્ક કરી શકાય છે. https://bank.sbi/dsb લિંક દ્વારા તેના વિશે વધુ જાણકારી લઇ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube