નવી દિલ્હી : ગ્રાહકોની એક ભુલના કારણે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ ગયા 40 મહિનામાં 38.80 કરોડ રૂ.ની કમાણી કરી છે. બેંકે આ રકમ માત્ર ચેક પર સાઇન વેરિફાઇ ન થવાના કારણે ગ્રાહકોના ખાતામાંથી કાપી છે. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં નાણા મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે એસબીઆઇએ એપ્રિલથી લઈને નવેમ્બર, 2017 સુધી ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકો પાસેથી દંડ પેટે 1771 કરોડ રૂ. ચાર્જ તરીકે વસુલ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટ પ્રમાણે જ્યારે ચેક રિટર્ન થાય છે તો બેંક 150  રૂ. ચાર્જ કરે છે અને એના પર જીએસટી પણ લાગે છે. આમ, રિટર્ન થયેલો દરેક ચેક ખાતેદારને 157 રૂ.માં પડે છે. 


એક અહેવાલ અનુસાર, એસબીઆઇ દ્વારા 40 મહિનામાં 24,11,544 ચેક પર હસ્તાક્ષર મળતા નહીં હોવાથી પરત મોકલવામાં આવ્યા હતા.


બિઝનેસની દુનિયાની અપડેટ્સ જાણવા કરો ક્લિક