SBIની આ સ્કીમ અંતર્ગત 30 નવેમ્બર સુધી ખરીદો ગાડી, મળશે ભારે ડિસ્કાઉન્ટ
જો તમે કાર બદલવાનો વિચાર કરી રહ્યા હો તો ઝડપી નિર્ણય લઈ લો કારણ કે ભારતીય સ્ટેટ બેંક (SBI) કાર ખરીદવા માટે આકર્ષક ઓફર લાવી છે
નવી દિલ્હી : જો તમે કાર બદલવાનો વિચાર કરી રહ્યા હો તો ઝડપી નિર્ણય લઈ લો કારણ કે ભારતીય સ્ટેટ બેંક (SBI) કાર ખરીદવા માટે આકર્ષક ઓફર લાવી છે. જો તમે SBI YONO મારફતે ford freestyle, Ford Ecosport કે પછી Hyundai Creta 1.6 બુક કરાવો છો તો તમને ગાડીની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટ મહત્તમ 05 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. જો તમે SBIYONO મારફતે ford freestyle બુકિંગ કરાવો તો SBI તમને કિંમતનના 50 ટકા (પાંચ લાખ રૂપિયા સુધી) કેશબેક જીતવાની તક આપી શકે છે જો તમે Ford Ecosportનું બુકિંગ કરાવો તો તમને 57,400 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ રીતે આ ગાડી પર 8536 રૂપિયાની એસેસરીની ઓફર કરવામાં આવી રહી છે.
જો તમે Hyundai Creta 1.6 લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો ઝડપથી SBIની આ સ્કીમનો ફાયદો ઉઠાવી લો કારણ કે આ સ્કીમ માત્ર 30th November 2019 સુધી જ વેલિડ છે. આ પછી તમને સ્કીમનો ફાયદો નહીં મળે. આ માટે તમારે સૌથી પહેલાં SBIના YONO એપ પર લોગ ઇન કરીને ઓટોમોબાઇલ સેક્શનમાં જવુ પડશે. અહીં તમને અનેક કાર ડિલ્સ જોવા મળશે. આમાં તમને Hyundai Creta 1.6 વિશે પણ અનેક ઓફર જોવા મળશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
બિઝનેસના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....