નવી દિલ્હી: હવે તમે ઘર ખરીદવા અને ગાડી લેવાનું સપનું પુરું થવાનું છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તમારું સપનું પુરું કરવા માટે શાનદાર ભેટ આપવાનું નક્કી કર્યું છે. લોકોએ ઘર અને ગાડીની જરૂરિયાતો જોતા એસબીઆઈએ હોમ લોન અને ઓટો લોનના દર ઓછા કર્યા છે. હવે તમારે ઘર અને ગાડી ખરીદવા માટે સસ્તા દરે વ્યાજ ઉપલબ્ધ થશે. નવા દર 10 ફેબ્રુઆરીથી લાગુ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફંડ આધારિત વ્યાજ દર MCLRમાં કાપ
એસબીઆઈએ ફંડ આધારિત વ્યાજ દર MCLRમાં 0.5 ટકાનો કાપ મૂકવાનું નક્કી કર્યુ છે. MCLR કોઈ પણ વાણિજ્ય બેંક દ્વારા નક્કી થતો એવો વ્યાજ દર છે જેના પર બેંક પોતાના ગ્રાહકોને કરજ આપી શકે છે. અત્રે જણાવવાનું કે MCLRથી નીચેના વ્યાજ દરે બેંકને કરજ આપવાની મંજૂરી નથી. 


RBIની નવી જાહેરાત આ કારણે
ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગુરુવારે પ્રમુખ વ્યાજ દર એટલે કે રેપો રેટને યથાવત રાખવાના નિર્ણય જાહેરાતના એક દિવસ બાદ શુક્રવારે એસબીઆઈએ એમસીએલઆરમાં કાપની જાહેરાત કરી. નવા કાપ બાદ એસબીઆઈ MCLR 7.90 ટકાથી ઘટીને 7.85 ટકા થઈ ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં એસબીઆઈએ સતત નવમીવાર કાપ મૂક્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube