નવી દિલ્હી : દેશની ટોચની બેંક ગણાતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ હોમ, ઓટો અને બીજી કેટલીક લોનના દર વધારી દીધા છે. બેંકે પાકતી મુદ્દતવાળા દેવાના વ્યાજદરમાં 0.2 ટકા સુધીનો વધારો કર્યો છે. નવા દરો શનિવારથી લાગુ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકની વેબસાઈટ અનુસાર, એસબીઆઈએ ત્રણ વર્ષ સુધીની પાકતી મુદ્દતવાળા દેવાના વ્યાજદરમાં 20 આધાર અંક એટલેકે 0.2 ટકાનો વધારો કર્યો છે. બેંકે એક દિવસ અને એક મહિના માટેના એમસીએલઆરમાં 7.9 ટકાથી વધારી 8.1 ટકા કર્યા છે. 1 વર્ષની મુદ્દતવાળા એમસીએલઆરને 8.25 ટકાથી વધારી 8.45 ટકા કરી દીધા છે. આવી રીતે ત્રણ વર્ષની મુદ્દતવાળા માટે એમસીએલઆરને 8.45 ટકાથી વધારી 8.65 ટકા કરી દેવામાં આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક તરફથી નીતિગત દર (રેપોરેટ)માં 0.25 ટકાનો વધારો કરી 6.5 ટકા કર્યા બાદ એસબીઆઈએ એમસીએલારમાં વધારો કર્યો છે.


નોંધનીય છે કે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ને દેશની સૌથી સમર્પિત અને દેશભક્ત બ્રાંડ ગણવામાં આવી રહી છે. એક સર્વે અનુસાર આ મામલે સ્ટેટ બેંક સૌથી આગળ છે. ત્યારબાદ ટાટા મોટર્સ, પતંજલિ, રિલાયન્સ જિયો અને બીએસએનએલનો નંબર આવે છે. સર્વેમાં સામેલ લગભગ 16 ટકા લોકોએ એસબીઆઇને સૌથી અગ્રણી દેશભક્ત બ્રાંડ ગણાવી. ટાટા મોટર્સ અને પતંજલિના પક્ષમાં આઠ-આઠ ટકા લોકોએ વોટ આપ્યા. રિલાયન્સ જિયો અને બીએસએનએલને છ-છ ટકા લોકોએ રાષ્ટ્રભક્ત બ્રાંડ ગણાવી. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...