દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક એટલે કે એસબીઆઇએ વ્યાજદરોમાં વધારાની જાહેરાત કરી છે. નવા વ્યાજદર 10 ડિસેમ્બરથી લાગૂ થઇ ગયા છે. જો તમે એસબીઆઇ હોમ લોન અથવા કાર લોનના ગ્રાહક છો તો હવે તમારો હપ્તો વધી જશે. બેંકે ના ફક્ત માર્જિનલ કોસ્ટ બેસ્ડ લેડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે પરંતુ બેસ રેટ અને બેચમાર્ક પ્રાઇમ લેંડિંગ રેટ (BPLR) પણ વધારો કર્યો છે. શક્ય છે કે એસબીઆઇના આ પગલા બાદ બીજી બેંકો પણ વ્યાજ દરમાં વધારો કરી શકે છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HOME LOAN ચૂકવ્યા બાદ NOC લેવું કેમ જરૂરી? જાણો NOC લેવાના ફાયદા


SBI એ આટલી વધારી MCLR
SBI એ MCLR માં 0.05% નો વધારો કર્યો છે. એક વર્ષના સમયગાળા માટે MCLR 8.50% થી વધારી 8.55 ટકા કરી દીધી છે. તો બીજી તરફ બે વર્ષ MCLR 8.60% થી વધારી 8.65 ટકા કરી દીધી છે. ત્રણ વર્ષના સમયગાળા માટે એસબીઆઇએ MCLR 8.70% ટકાથી વધારીને 8.75% ટકા કરી દીધી છે. 
ઘર ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, આ રીતે બચાવી શકો છો લાખો રૂપિયા

SBI નો બેસ રેટ અને BPLR હવે વધીને આટલો થયો
SBI નો બેસ રેટ અને બેંચમાર્ક પ્રાઇમ લેંડિંગ રેટ એટલે કે BPLR માં પણ 10 ડિસેમ્બરથી વધારો કર્યો છે. બેંકે  BPLR 13.75 ટકાથી વધારીને 13.80 ટકા કરી દીધો છે. તેમાં પણ SBI એ 0.05 ટકાનો વધારો કર્યો છે. આ પ્રકારની બેસ રેટ પણ 9 ટકાથી વધારીને 9.50 ટકા કરી દીધી છે. તમને ફરી એકવાર જણાવી દઇએ કે નવા દર 10 ડિસેમ્બરથી લાગૂ થયા છે.