2000 Note Exchange: જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે અને હવે તમે તેને બદલવા માટે બેન્ક જવાનું નક્કી કર્યું છે તો આ વાત તમારા માટે જાણવી જરૂરી છે. આરબીઆઈએ તાજેતરમાં 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. તેથી લોકોએ 2000 ની નોટને બેન્કમાં જમા અથવા તો બદલવી પડશે. પરંતુ જો તમે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ કે કોટક બેન્કના ગ્રાહક છો અને તમારી પાસે 2000ની નોટ છે તો હવે તમારે તેને બદલવા માટે ચાર્જ આપવો પડશે. SBI સહિત ઘણી બેન્કો નોટ બદલવા માટે ચાર્જ વસુલ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


1 June 2023 Rules: 1 જૂનથી થશે આ ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર, જાણો વિગતો


દેશના આ રાજ્યમાં છે કે એક જ રેલવે સ્ટેશન, ત્યારબાદ પુરા થઈ જાય છે ટ્રેનના પાટા


ગુજરાતમાં આવેલું મુકેશ અંબાણીનું 100 વર્ષ જુનું પૈતૃક ઘર છે ચર્ચામાં, જાણો કારણ


RBIએ ગ્રાહકોને 2000 રૂપિયાની 10 નોટો એટલે કે 20,000 રૂપિયાની એક સાથે બદલવાની પરવાનગી આપી છે. ગ્રાહકો 23 મે 2023 થી 30 સપ્ટેમ્બર 2023 સુધી નોટો બદલી શકશે. હાલમાં બેન્કોએ નોટ બદલવા માટે ચાર્જ વસુલવાનું નક્કી કર્યું છે.  ભારતીય સ્ટેટ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક અને કોટક બેન્કે ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે.  


સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

SBI ગ્રાહકોને 3 ફ્રી કેશ ડિપોઝીટની સુવિધા આપી રહી છે.  આ પછી બેન્કે 50 રૂપિયાની સાથે GST લેવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય આ સુવિધા કોઈપણ ગ્રાહકને તેના ખાતામાં પૈસા જમા કરાવવા માટે પણ લાગુ પડશે.  ડેબિટ કાર્ડ દ્વારા પૈસા જમા કરાવવા પર 22 રૂપિયાની સાથે GST જમા કરાવવો પડશે.


HDFC બેન્ક

આ સિવાય ખાનગી બેન્ક HDFC બેન્ક ગ્રાહકોને દર મહિને 4 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી રહી છે. જો તમે આ મર્યાદા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે ટ્રાન્ઝેક્શન ફી તરીકે 150 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય લિમિટ પછી ગ્રાહકો દર મહિને 2 લાખ રૂપિયા જમા કરાવી શકશે.  જો તમે તેનાથી વધુ રકમ જમા કરો છો તો તમારે 5 રૂપિયા અથવા 150 રૂપિયા ટેક્સ ચુકવવો પડશે.


ICICI બેન્ક

આ સિવાય ખાનગી ક્ષેત્રે એક મહિનામાં 4 વખત ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી છે. આનાથી વધુ ટ્રાન્ઝેક્શન માટે 150 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. ગ્રાહકો એક મહિનામાં તેમના બચત ખાતામાં માત્ર 1 લાખ રૂપિયા જ જમા કરાવી શકે છે. આ મર્યાદા પછી, 5 રૂપિયા પ્રતિ 1000 અથવા રૂપિયા 150 બેમાંથી જે વધારે હોય.


કોટક બેન્ક

કોટક બેન્કના ગ્રાહકોને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપવાનું કહેવામાં આવ્યું છે. જેમાં ગ્રાહકોને જમા અને ઉપાડ બંનેની સુવિધા મળે છે. તેમાં લગભગ 150 રૂપિયા ચાર્જ તરીકે વસુલવામાં આવશે.