નવી દિલ્હી: દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. તહેવારોની સીઝનમાં એક દિવસ માટે તમામ પ્રકારની ઓનલાઇન બેકિંગ સેવાઓનો ઉપયોગ ગ્રાહકો કરી શકશે નહી. જોકે એટીએમનો ઉપયોગ કરતાં કેશ ઉપાડી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકે કર્યું ટ્વીટ
બેંકે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતાં કહ્યું કે રવિવારે 8 નવેમ્બરના રોજ 2020ના રોજ નેટ બેકીંગ, એપ અને યૂપીઆઇ જેવી સેવાઓ બંધ રહેશે. જોકે એટીએમમાંથી તમામ પ્રકારના ટ્રાંજેક્શન થઇ શકશે. બેંક ગ્રાહકો સારો અનુભવ આપવા માટે પોતાના ઇન્ટરનેટ બેકિંગ પ્લેટફોર્મને અપડેટ કરી રહી છે. તેના લીધે આખો દિવસ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube