નવી દિલ્હીઃ સોનું  (Gold) ખરીદીને ઘરમાં રાખતા લોકો માટે એક કમાણીની શાનદાર તક છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ઘરમાં રાખેલા સોનામાંથી પણ કમાણી કરાવી શકે છે. એસબીઆઈએ લોકોને કહ્યું કે, તે પોતાનું સોનું બેન્કમાં જમા કરાવી શકે છે. તેના બદલામાં બેન્ક લોકોને વ્યાજ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની રિવેમ્પ્ડ ગોલ્ડ ડોપિઝિટ સ્કીમ (R-GDS) દ્વારા સોના પર કમાણી થાય છે. હકીકતમાં સોનું બેન્કમાં રાખીને વ્યાજ મેળવી શકાય છે. પરંતુ સ્કીમની પોતાની શરતો પણ છે. અમારી સહયોગી વેબસાઇટ  zeebiz.com અનુસાર સ્કીમનો લાભ લેવા માટે ગ્રાહકોએ ઓછામાં ઓછુ 30 ગ્રામ સોનું બેન્કમાં જમા કરાવવાનું હોય છે. તો સોનું જમા કરાવવાની કોઈ ઉપરી મર્યાદા નથી. ખાસ વાત છે કે સોનાને વ્યક્તિગત અને સંયુક્ત બંન્ને રીતે રાખી શકાય છે. 


કેટલા સમય માટે થાય છે જમા
એસબીઆઈની ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ 3 પ્રકારના વિકલ્પ છે. આ ત્રણ વિકલ્પ છે- શોર્ટ ટર્મ બેન્ક ડિપોઝિટ, મીડિયમ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝિટ અને લોન્ગ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝિટ. પ્રથમ શોર્ટ ટર્મ બેન્ક ડિપોઝિટમાં સોનાને 1થી 3 વર્ષ માટે રાખી શકાય છે. તો મીડિયમ ટર્મ ગવર્નમેન્ટ ડોપોઝિટમાં 5-7 વર્ષ માટે જમા થાય છે. લોન્ગ ટર્મમાં 12થી 15 વર્ષની આસપાસ સોનું બેન્કમાં જમા થાય છે.


SBIના 45 કરોડ ગ્રાહકો માટે ખુશખબર, મહિનાના એવરેજ બેલેન્સમાં ઘટાડો, પેનલ્ટીમાં પણ રાહત


કેટલા સમયમાં કેટલું વ્યાજ મળે છે
શોર્ટ ટર્મ બેન્ક ડિપોઝિટમાં 1થી 2 વર્ષ માટે 0.55 ટકા વ્યાજ મળે છે. તો 2થી 3 પર્ષ માટે રોકાણ કરવા પર 0.60 ટકાના દરે વ્યાજ મળે છે. મધ્યમ અવધિમાં સોના પર 2.25 ટકા સુધીનું વ્યાજ મળે છે. લોન્ગ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝિટમાં સોનું રાખવા પર 2.50 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે. 


સોનું જમા કરવા માટે શું કરવું પડશે
સોનાને એસબીઆીની કોઈપણ નજીકની શાખામાં જમા કરાવી શકો છો. સ્કીમ હેઠળ સોનાની સાથે ગ્રાહકે પોતાનું KYC પણ બેન્કમાં જમા કરાવવાનું હોય છે. તેમાં આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફની જરૂર હોય છે. એક ફોર્મ ભરવા પર સોનું બેન્કમાં ચોક્કસ સમય માટે રાખી દેવામાં આવે છે અને તેના પર તમને વ્યાજ મળે છે. 


આ સ્કીમ સાથે જોડાયેલી વધુ જાણકારી માટે એસબીઆઈની વેબસાઇટ
https://www.sbi.co.in/portal/web/personal-banking/revamped-gold-deposit-scheme-r-gds પર મુલાકાત કરી શકો છો.


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube