SBI warns Customers: આજે આ ઓનલાઇનના જમાનામાં બેકિંગ સેક્ટર પણ મોબાઇલના ભરોસે ચાલે છે. મોટામાં મોટા મની ટ્રાંજેક્શન હોય કે ઘરે બેઠા ખરીદી સુધી બધુ જ મોબાઇલ પર જ થઇ જાય છે. એવામાં સાઇબર ફ્રોડનો ખતરો વધી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા ફ્રોડ કરનાર લોકો પોતાને બેંકવાળા હોવાનું કહીને ગ્રાહકોને કોલ કરીને છેતરે છે. ત્યારબાદ તેમને લોભામણી ઓફરની લાલચ આપીને ઓટીપી પૂછી લે છે. એવામાં કેસમાં વધારો જોતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ આપ્યું છે. 


એસબીઆઇએ તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું છે. જેમાં બેંકે કરોડો ગ્રાહકોને ચેતવ્યા છે. એસબીઆઇના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું, 'કોઇ પણ વસ્તુ શેર કરવી જ દેખભાળ છે. પરંતુ જ્યારે વાત ઓટીપીની આવે છે, તો તેને ક્યારેય કોઇની સાથે શેર ન કરવો જોઇએ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube