SBI ની આ નવી યોજના વૃદ્ધાવસ્થામાં તમને કરાવશે ફાયદો? જાણો કેટલું મળશે વળતર
રિટાયરમેન્ટ સેવિંગ (Retirement Saving) કરવા ઇચ્છતા લોકો એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કીમમાં રોકાણ કરી મોટો ફાયદો મેળવી શકે છે. આ નવા ફંડ ઓફરમાં 3 ફેબ્રુઆરી સુધીમાં રોકાણ કરી શકાય છે.
નવી દિલ્હી: જો તમે નિવૃત્તિ પછી સેવિંગ કરવા ઇચ્છો છો તો ખાસ તમારા માટે જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે, SBI એ નવી રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ (Retirement Benefit Fund) યોજના લોન્ચ કરી છે. રિટાયરમેન્ટ સેવિંગ (Retirement Saving) કરવા ઇચ્છતા લોકો એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કીમમાં રોકાણ કરી મોટો ફાયદો મેળવી શકે છે. આ નવા ફંડ ઓફરમાં 3 ફેબ્રુઆરી સુધીમાં રોકાણ કરી શકાય છે.
શું છે SBI ની રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ સ્કીમ
SBI ની નવી રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ સ્કીમ લોન્ચ એનએફઓ (NFO) એટલે કે ન્યૂ ફંડ ઓઓફર છે. આ સ્કીમનું નામ એસબીઆઇ રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ સોલ્યૂશન ઓરિએન્ટેડ સ્કીમ છે. ઓછામાં ઓછો 5,000 રૂપિયાથી આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. એનએફઓ કોઈ એસેટ મેનેજમેન્ટ કંપનીની નવી સ્કીમ હોય છે. તેના દ્વારા મ્યુચ્યુઅલ ફંડ કંપની શેર, સરકારી બોન્ડ જેવા સાધનોમાં રોકાણ કરવા માટે રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરે છે.
આ પણ વાંચો:- New Car Policy: હવે માત્ર એક ચેકથી નહીં થાય પેમેન્ટ? જાણો કેમ બદલાઈ રહ્યા છે નિયમ
કોને મળશે 50 લાખ રૂપિયાનો ઇન્સ્યુરન્સ
SBI મ્યુચ્યુઅલ ફંડ તેમના ગ્રાહકોને 50 લાખ સુધી વીમો પણ આપશે. કોઈપણ રોકાણ 3 વર્ષ અને તેનાથી વધારે સમય માટે એસબીઆઇ રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ અંતર્ગત ટર્મ ઇન્સ્યુરન્સ (Term Insurance) કરવનું ઓપ્શન પસંદ કરી છે. તેનાથી કોઈપણ દુર્ઘટના થવાની સ્થિતિમાં નોમિનીને 50 લાખ રૂપિયા સુધીનું કવર મળી જશે.
આ પણ વાંચો:- Budget 2021: બજેટમાં ડિડક્શન ક્લેમની સીમા વધારવામાં આવે, તો રોકાણ માટે કયા વિકલ્પની પસંદગી કરશો
શું કહે છે એક્સપર્ટ
એક્સપર્ટનું કહેવું છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારને એફડીથી વધારે રિટર્ન મળશે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં (Mutual Funds) વર્ષના 10 ટકા સુધીનો ફાયદો સરળતાથી મળે છે. જ્યારે એફડી પર અત્યારે માત્ર 5 ટકા વર્ષે રિટર્ન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube