SBIએ લોન્ચ કરી ડેબિટ કાર્ડ પર EMIની સુવિધા, આ રીતે ચેક કરો એલિજિબિલીટી
આ સુવિધાના લાભ ત્યારે ઉઠાવી શકાશે, જ્યારે ગ્રાહક પાઇન લેબની POS મશીનથી સ્વાઇપ કરશે.
નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે ખુશખબર છે. જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્કે ડેબિટ કાર્ડ પર EMIની સુવિધા શરૂ કરી છે. સ્ટેટ બેન્કના વર્તમાન ગ્રાહક આ સેવાનો લાભ ઉઠાવી શકે છે. પરંતુ આ સુવિધાના લાભ ત્યારે ઉઠાવી શકાશે, જ્યારે ગ્રાહક પાઇન લેબની POS મશીનથી સ્વાઇપ કરશે. એસબીઆઈ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, દેશભરમાં 40 હજારથી વધુ વ્યાપારી આ પીઓએસ મશીનનો ઉપયોગ કરી રહ્યાં છે.
SBIની અખબારી યાદી પ્રમાણે, તેમાં ગ્રાહકોએ ન તો પ્રોસેસિંગ ફી આપવી પડશે અને ન તો ડોક્યૂમેન્ટ વેરિફિકેશનનું કામ હશે. બેન્ક પોતાના ગ્રાહકોને 6-18 મહિનાની ઈએમઆઈની સુવિધા આપી છે. આ સિવાય એસબીઆઈ કાર્ડ હોલ્ડર કંઝ્યુમર ડ્યૂરેબલ ગુડ્સ માટે પણ લોન લઈ શકે છે. મતલબ, ઈએમઆઈ પર ડેબિટ કાર્ડની મદદથી ફ્રીઝ, વોશિંગ મશીન, અને એસી જેવો સામાન ખરીદી શકે છે.
વાંચો બિઝનેસના અન્ય સમાચાર