મુંબઇ: દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ બુધવારે એક એવી પ્રોડક્ટ લોંચ કરી જેના દ્વારા ચૂકવણી ખૂબ સરળ થઇ જશે. આ મલ્ટી ઓપ્શન પેમેંટ એક્સસેપ્ટેંસ ડિવાઇસ ગ્રાહકો અને વેપારીઓને ડિજિટલ ચૂકવણીમાં અનુકૂળતા પુરી પાડશે. એક મલ્ટી ઓપ્શન પેમેંટ એક્સેપ્ટેંસ ડિવાઇસ (MOPAD) એટલે કે મલ્ટિ-ચોઇસ ચુકવણી સ્વીકૃતિ ઉપકરણ. એસબીઆઇના અનુસાર મોપેડ આવ્યા બાદ ગ્રાહક હવે કાર્ડ, ભારત ક્યૂઆર, યૂપીઆઇ અને એસબીઆઇ બુડી (ઇલેક્ટ્રોનિક-વોટેલ) દ્વારા એક પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) ટર્મિનલ પર પેમેંટ કરી શકશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Fake NEWS પર પ્રતિબંધ લગાવશે WhatsApp, ભરશે આ 5 પગલાં  


શું છે MOPAD?
એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે 'એમઓપીએડી વેપારીઓને એક પીઓએસ મશીન દ્વારા ઘણા પ્રકારે લેનદેનને એક ડિવાઇસ દ્વારા સ્વિકાર કરવામાં મદદ કરશે. સાથે જ તેમના કામકાજમાં આવનારી સમસ્યાઓને દૂર કરવામાં આવશે. નજીકના પ્રવાહ પણ સરળ થઇ જશે. તેમણે કહ્યું કે 'અર્થવ્યવસ્થામાં કેશના ચલણને ઓછા કરવાની દિશામાં આ બેંકની બીજી પહેલ છે. જેથી વેપારીઓ અને ગ્રાહકો વધુમાં વધુ ડિજિટલ લેણદેણનો વિકલ્પ અપનાવવામાં મદદ મળશે. વિજ્ઞપ્તિના અનુસાર બધા પીઓએસ ટર્નિનલ પર નવી પહેલ તબક્કાવાર લાગૂ કરવામાં આવશે. 



જિયોની સાથે ડિજિટલ પેમેંટમાં ટેક્સ ચૂકવીમાં કરી ચૂકી છે ભાગીદારી
આ પહેલાં સ્ટેટ બેંક અને રિલાયન્સ જિયોએ પોતાની ભાગદારીનો વિસ્તાર કરતાં ડિજિટલ ચૂકવણી શરૂ કરી હતી. તેનાથી દેશની સૌથી મોટી બેંકને ડિજિટલ ગ્રાહકોની સંખ્યા અનેક વધવામાં મદદ મળશે. બંને પહેલાંથી જ ચૂકવણી બેંક ઉપક્રમમાં ભાગીદાર છે. ભારતીય સ્ટેટ બેંક અને જિયોએ સાથે મળીને જિયો ચૂકવણી બેંક બનાવી છે. તેમાં જિયોની 70 ટકા ભાગીદારી છે અને બાકી 30 ટકા ભાગીદારી સ્ટેટ બેંક પાસે છે. જોકે લાયસન્સ મળ્યા બાદ બે વર્ષથી વધુ સમય પસાર થયા બાદ પણ તેનું ઓપરેટિંગ શરૂ થયું નથી.